વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં તાલિબાનની ડેડલાઈન પહેલા જ અમેરિકાએ પોતાની સૈન્ય ઉપસ્થિતિ સમાપ્ત કરી દીધી છે. અફઘાનિસ્તાનથી અમેરિકાના છેલ્લા 3 વિમાનો C-17 એ 30-31 ઓગસ્ટની મધરાતે હામિદ કરઝઈ એરપોર્ટથી ઉડાન ભરી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને અફઘાનિસ્તાનથી પોતાના કમાન્ડરોની ખતરનાક વાપસી માટે આભાર વ્યક્ત કર્યો. અત્રે જણાવવાનું કે આ સાથે જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાં પોતાની રાજનીતિક ઉપસ્થિતિને પણ ખતમ કરી છે. 


જો બાઈડેન બોલ્યા અફઘાનિસ્તાનમાં 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ
કાબુલથી અંતિમ અમેરિકી વિમાને ઉડાણ ભર્યા બાદ જો બાઈડેને કહ્યું કે હવે અફઘાનિસ્તાનમાં અમારી 20 વર્ષની સૈન્ય ઉપસ્થિતિ ખતમ થઈ ગઈ છે. હું મારા કમાન્ડરોનો આભાર વ્યક્ત કરવા માંગુ છું કે જેમ કે 31 ઓગસ્ટ સવારની ડેડલાઈન નક્કી કરવામાં આવી હતી, વધુ કોઈ અમેરિકનના જીવ ગુમાવ્યા વગર તેમણે અફઘાનિસ્તાનથી ખતરનાક વાપસીના અભિયાનને પૂરું કર્યું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube