વોશિંગ્ટન: અમેરિકાની સૌથી ખતરનાક ફોર્સ એટલે નેવી સીલ. નેવી સીલના કમાન્ડો બનવા માટે દ્રઢ નિશ્વય અને આકરા પરિશ્રમની જરૂર પડે છે. નેવી સીલની ટ્રેનિંગ કેમ આટલી ખતરનાક હોય છે કે તેમાં અનેક જવાનોના મૃત્યુ પણ થઈ જાય છે. 6 ફેબ્રુઆરીએ અમેરિકામાં નેવી સીલના એક ટ્રેનીનું મોત થઈ ગયું. એક ટ્રેનીને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. કહેવામાં આવે છે કે નેવી સીલની ટ્રેનિંગમાં 75 ટકા ઉમેદવારો ફેલ થઈ જાય છે. પરંતુ નેવી સીલના કમાન્ડો બનવું કેમ આટલું મુશ્કેલ છે. અમે તમને જણાવીશું કે નેવી સીલના કમાન્ડોની ટ્રેનિંગ કેમ આટલી આકરી હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેંકડો કિલોમીટર સુધી દોડવું પડે છે:
નેવી સીલના કમાન્ડોની ટ્રેનિંગ દરમિયાન સેંકડો કિલોમીટરની દોડ લગાવવી પડે છે. બહુ ઓછો સમય ઉંઘવાનો મળે છે. ભારે ભરખમ લાકડીઓને પકડીને બેસવાનું હોય છે અને સમુદ્રની રેતી પર છીછરા પાણીમાં સૂઈ રહેવાનું હોય છે. જ્યાં સમુદ્રની દરેક લહેર આંખોમાં મીઠાના કારણે પીડા આપે છે. એક અઠવાડિયા સુધી ચાલનારી  ટ્રેનિંગને હેલ વીક કહેવામાં આવે છે. જેમાં લગભગ 75 ટા સૈનિક હાર માનીને અને હતાશ થઈને પાછા જતાં રહે છે. જોકે 24 વર્ષના યેલ ગ્રેડ કાઈલ મુલેનના હેલ વીક પૂરું કરે તે પહેલાં જ મૃત્યુને ભેટ્યો. જેના પછી સતત નિરીક્ષણ પર સવાલ ઉઠી રહ્યા છે. અત્યારે આ આખા મામલાની તપાસ ચાલી રહી છે.

Ben stokes: ઇંગ્લેંડના કેપ્ટને મેદાનમાં મચાવી ધમાલ, 1 ઓવરમાં 34 રન અને ઇનિંગ્સમાં 17 સિક્સર ફટકારી


ટ્રેનિંગ દરમિયાન શું-શું થાય છે:
નેવી સીલની વેબસાઈટમાં કહેવામાં આવ્યું છે કે આ ટ્રેનિંગ સાડા પાંચ દિવસ સુધી ચાલનારી અત્યંત અઘરી ટ્રેનિંગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દ અને ઠંડકને સહન કરવી, ટીમ વર્ક, વલણ અને ઓછી ઉંઘ, તણાવની વચ્ચે ક્ષમતાનું પરીક્ષણ કરવાનો છે. સૌથી ઉપર, આ દ્રઢ સંકલ્પ અને ઈચ્છાનું ટેસ્ટિંગ છે. આ ટ્રેનિંગમાં એક ટ્રેનીને લગભગ 320 કિલોમીટર ચાલવાનું હોય છે. અનેકવખત પોતાના માથાની ઉપર હોડી રાખીને ચાલવાનું હોય છે. લાંબા અંતર સુધી સમય પસાર કરવાની સાથે કલાકોની એક્સરસાઈઝ પણ હોય છે. આખી ટ્રેનિંગમાં એક ટ્રેની પાણીથી ભીંજાયેલો રહે છે. અને ઠંડીથી કાંપી રહે છે. મેડિકલ સાથે જોડાયેલા ઉમેદવારને ઈમરજન્સીમાં સારવાર કરવાનું પણ શીખવાડવામાં આવે છે. ત્યાં જ બેઝિક પેરાશૂટ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.

આ 6 વસ્તુઓ પર ખર્ચ કરવામાં અચકાતી નથી છોકરીઓ


કેટલો ખોરાક લેવાનો હોય છે:
ઉમેદવારને 8000 કેલરી લેવાની હોય છે. પરંતુ આ દરમિયાન આકરી ટ્રેનિંગથી તેનું વજન વધતું નથી. હેલ વીકમાં થનારી અનેક એક્સરસાઈઝ બીજા વિશ્વયુદ્ધ દરમિયાનથી થઈ રહી છે. નેવી સીલના એક પૂર્વ ટ્રેનરના જણાવ્યા પ્રમાણે આ ટ્રેનિંગ એટલી આકરી હોય છે કે તેમના ક્લાસમાં 150 બાળકો શરૂઆતમાં હતા. પરંતુ જ્યારે ટ્રેનિંગ પૂરી થઈ ત્યારે માત્ર 24 જ બાળકો રહ્યા હતા.


ટ્રેનિંગ દરમિયાન રમત પણ રમાડવામાં આવે છે:
આ ટ્રેનિંગ દરમિયાન હરિફાઈ માટે અનેક રમત પણ હોય છે. જેમાં 12 કલાકની એક બોટ રાઈડ પણ હોય છે. જેને જીતનારી ટીમને સોનાનો સિક્કો આપવામાં આવે છે. અનેકવખત જોવામાં આવ્યું છે કે માથા પર લાંબા સમય સુધી બોટ લઈને ચાલનારા ઉમેદવારના માથાના વાળ ખરી ગયા હોય. ટ્રેનિંગ શરૂ થાય ત્યારે સફેદ શર્ટ આપવામાં આવે છે. પરંતુ ટ્રેનિંગ પૂરી કરનારને ભૂરો શર્ટ આપવામાં આવે છે. જે દર્શાવે છે કે તે હવે નેવી સીલ કમાન્ડો બની ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube