Ben stokes: ઇંગ્લેંડના કેપ્ટને મેદાનમાં મચાવી ધમાલ, 1 ઓવરમાં 34 રન અને ઇનિંગ્સમાં 17 સિક્સર ફટકારી
બેન સ્ટોક્સ આખરે 88 બોલમાં 161 રન બનાવીને આઉટ થયો. સ્ટોક્સે પોતાની ઈનિંગ્સમાં 17 સિક્સ અને 8 ચોક્કા ફટકાર્યા. સ્ટોક્સની આક્રમક ઈનિંગ્સની મદદથી ડરહમે 580/6 પર ઈનિંગ્સ પૂરી જાહેર કરી હતી.
Trending Photos
નવી દિલ્લી: ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ ક્રિકેટમાં કેપ્ટનશીપ મળવાની ઉજવણી શાનદાર અંદાજમાં કરી છે. સ્ટોક્સે વોસ્ટશાયર સામે કાઉન્ટી ચેમ્પિયનશીપ ડિવિઝન-2માં ડરહમ માટે રમતાં માત્ર 64 બોલમાં સદી ફટકારી દીધી. આ દરમિયાન તેણે ડાબા હાથના સ્પિનર જોસ બેકરની એક ઓવરમાં 34 રન બનાવીને સદીને સ્પર્શ કર્યો. બેકરની તે ઓવરના છેલ્લા બોલે બોલ બાઉન્ડ્રી રોપની પહેલા પડ્યો. જેના કારણે બેન સ્ટોક્સ એક ઓવરમાં 6 સિક્સ ફટકારવાથી ચૂકી ગયો.
સ્ટોક્સ રેકોર્ડ બનાવવાથી ચૂક્યો:
આ ઘટના ઈનિંગ્સની 117મી ઓવરમાં બની. તે સમયે બેન સ્ટોક્સ 59 બોલમાં 70 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો. અને તેણે સ્પિન બોલરની ઓવરમાં પાંચ સિક્સ ફટકારી.
6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 6️⃣ 4️⃣
What. An. Over.
34 from six balls for @benstokes38 as he reaches a 64 ball century 👏#LVCountyChamp pic.twitter.com/yqPod8Pchm
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022
એક ઈનિંગ્સમાં 17 સિક્સ ફટકારી:
બેન સ્ટોક્સ આખરે 88 બોલમાં 161 રન બનાવીને આઉટ થયો. સ્ટોક્સે પોતાની ઈનિંગ્સમાં 17 સિક્સ અને 8 ચોક્કા ફટકાર્યા. સ્ટોક્સની આક્રમક ઈનિંગ્સની મદદથી ડરહમે 580/6 પર ઈનિંગ્સ પૂરી જાહેર કરી હતી. સોશિયલ મીડિયા પર સ્ટોક્સની તોફાની બેટિંગના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
INCREDIBLE.
Sit back and enjoy all Ben Stokes' boundaries 💪#LVCountyChamp pic.twitter.com/mGg0olouwG
— LV= Insurance County Championship (@CountyChamp) May 6, 2022
કોણ છે બેન સ્ટોક્સ:
31 વર્ષના સ્ટોક્સને ગયા મહિને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. બેન સ્ટોક્સ જો રૂટની જગ્યા લેશે. કેમ કે રૂટે ખરાબ પ્રદર્શનના કારણે ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી. બેન સ્ટોક્સે 2013માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું. બેન સ્ટોક્સ ન્યૂઝીલેન્ડની સામે ફૂલ ટાઈમ કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. બેન સ્ટોક્સને ઘરઆંગણે કુલ સાત ટેસ્ટ મેચ રમવાની છે. જેમાં ભારત સામેની એક ટેસ્ટનો પણ સમાવેશ થાય છે. ડાબા હાથથી બેટિંગ અને જમણા હાથથી બોલિંગ કરનારા સ્ટોક્સે અત્યાર સુધી 79 મેચમાં 5061 રન બનાવ્યા છે. જ્યારે 174 વિકેટ લીધી છે. 2017માં તેને ટેસ્ટ ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે રૂટની ગેરહાજરીમાં ટીમની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે