Coronavirus ને લઇને ટ્રમ્પનો મોટો નિર્ણય, બ્રાઝિલથી આવનાર મુસાફરો લગાવ્યો પ્રતિબંધ
અમેરિકા કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કહેરને જોતાં બ્રાઝિલ (Brazil)થી આવનાર મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રાઝિલમાં દરરોજ રેકોર્ડ બ્રેક વધતા જતા કોરોના વાયરસના કેસને જોતાં અમેરિકા (America)આ નિર્ણય લઇ શકે છે.
ન્યૂયોર્ક: અમેરિકા કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કહેરને જોતાં બ્રાઝિલ (Brazil)થી આવનાર મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. બ્રાઝિલમાં દરરોજ રેકોર્ડ બ્રેક વધતા જતા કોરોના વાયરસના કેસને જોતાં અમેરિકા (America)આ નિર્ણય લઇ શકે છે. બ્રાઝિલમાં ગત 24 કલાકમાં કોરોનાના 16,508 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ કુલ સંક્રમિતોની સંખ્યા 3.65 લાખ પહોંચી ગઇ છે.
તાજેતરમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતું કે તે બ્રાઝિલથી આવનાર મુસાફરો પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસમાં પત્રકારોને ટ્રમ્પે કહ્યું હતું કે ''હું નથી ઇચ્છતો કે ત્યાંથી લોકો અહીં આવે અને અમારા લોકોને સંક્રમિત કરે. હું નથી ઇચ્છતો કે ત્યાં લોકો પણ બિમાર હોય. અમે વેન્ટિલેટર મોકલી બ્રાઝિલની મદદ કરી રહ્યા છીએ. બ્રાજીલ પરેશાનીમાં છે.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને શનિવારે CBS ફેસ ધ નેશનને ગણાવ્યું હતું કે કદાચ બ્રાઝિલથી આવનાર મુસાફરોના પ્રવેશ પર બેન લગાવવામાં આવશે. તેમણે આગળ કહ્યું હતું કે આશા છે કે આ અસ્થાયી રીતે હશે.
તમને જણાવી દઇએ કે અમેરિકા (COVID-19 in America) બાદ બ્રાઝિલમાં કોરોના વાયરસ (Coronavirus in Brazil) ના સૌથી વધુ કેસ નોંધાયા છે. બ્રાઝિલમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 3.65 લાખ થઇ ગઇ છે, તેનાથી મૃતકોનો આંકડો 22,746 પહોંચી ગયો છે. રાહતની વાત એ છે કે કોવિડ-19થી 1.5 લાખ લોકો સાજા પણ થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર અમેરિકામાં કોરોનાના કુલ 16.8 લાખ કેસ નોંધાયા છે, તેનાથી મૃતકોની સંખ્યા 98,024 છે અને કોવિડ-19થી 3 લાખ 42 હજાર લોકો સાજા થયા છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube