ડોનાલ્ડ ટ્રમ્પની ચીનને ચેતવણી- જો કોરોના ઇરાદાપૂર્વક ફેલાવ્યો તો પરિણામ ભોગવવા તૈયાર રહે
આ પહેલા ટ્રમ્પે કહ્યું હતું કે, ચીનમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર વિશ્વાસ નથી અને ચીનમાં અમેરિકાથી વધુ મોત થયા છે. ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે ચીને કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં મોતની સંખ્યામાં અચાનકથી 50 ટકાનો વધારો કરી દીધો હતો.
વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યું કે, જો તે કોરોના વાયરસનું સંક્રમણ ઇરાદાપૂર્વક ફેલાવવાનું જવાબદાર ઠરે છે તો તે પરિણામ ભોગવવા માટે તૈયાર રહે.
ટ્રમ્પે કોવિડ-19ને લઈને ચીનના રહસ્યમય અંદાજ, આ બીમારી સાથે જોડાયેલા તથ્યોમાં પારદર્શિતાની કમી અને શરૂઆતી તબક્કામાં અમેરિકાની સાથે અસહયોગના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે.
ઇરાદાપૂર્વક આમ કર્યું તો પરિણામ ભોગવવા તૈયાર રહો
વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું, જો તે ઇરાદાપૂર્વક જવાબદાર છે તો તેનું પરિણામ ભોગવવા તૈયાર રહે, તમને ખ્યાલ છે, તમે જિંદગીઓની વાત કરી રહ્યાં છો, જેમ કે 1917થી કોઈએ જોયું નથી.
ટ્રમ્પે કહ્યું કે, જ્યારથી કોવિડ 19નું સંક્રમણ વિશ્વમાં ફેલાયું છે તેની પહેલા તેમના ચીનની સાથે સારા સંબંધ હતા. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે, તેમને ચીનમાં કોરોનાથી થનારા મોતના આંકડા પર વિશ્વાસ નથી અને ચીનમાં અમેરિકાથી વધુ મોત થયા છે. ટ્રમ્પનું નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે ચીને કોરોના વાયરસનું કેન્દ્ર રહેલા વુહાનમાં મોતની સંખ્યામાં અચાનકથી 50 ટકાનો વધારો કરી દીધો હતો.
Covid-19 Coronavirus Vaccine : પ્રોટોકોલ તોડી માનવ ટ્રાયલ જલદી, સપ્ટેમ્બર સુધી મળી જશે વેક્સીન
ચીનથી ગુસ્સે થવું વ્યાજબી
ચીનની સાથે વ્યાપાર સમજુતીના સમયને યાદ કરતા ટ્રમ્પે કહ્યું કે, જ્યારે અમે લોકો સમજુતી કરી રહ્યાં હતા તો તે સમયે સંબંધ ખુબ સારા હતા, પરંતુ અચાનકથી તમે તેના વિશે સાંભળો છે, તેથી આ મોટું અંતર છે.
ટ્રમ્પે કહ્યું, તમને ખ્યાલ છે, સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તમે ચીન પર ગુસ્સે થશો.... જુઓ... તેનો જવાબ એક મોટી હા હોઈ શકે છે પરંતુ તે નિર્ભર કરે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, એક ભૂલને કારણે વસ્તુ નિયંત્રણ બહાર થઈ જાય અને કંઇક ઇરાદાપૂર્વક કરવામાં આવે તો તેમાં અંતર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube