નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ભારતના 75માં સ્વાતંત્રતા દિવસના અવસર પર ભારતીયોને શુભકામનાઓ આપતા કહ્યુ કે, લોકતંત્ર દ્વારા લોકોની ઈચ્છાનું સન્માન કરવાની મૂળભૂત પ્રતિબદ્ધતા દુનિયાને પ્રેરિત કરે છે અને આ ભારત તથા અમેરિકાના વિશેષ સંબંધોનો આધાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઇડેને ભારત માટે પોતાના સંદેશમાં કહ્યુ- મહાત્મા ગાંધીના સત્ય તથા અહિંસાના સંદેશના માર્ગદર્શન દ્વારા ભારતે 15 ઓગસ્ટ 1947ના સ્વતંત્રતા માટે પોતાની લાંબી યાત્રા પૂરી કરી. તેમણે કહ્યું- લોકતંત્ર દ્વારા લોકોની ઈચ્છાનું સન્માન કરવાની મૂળભૂત પ્રતિબદ્ધતા આજે દુનિયાને પ્રેરિત કરે છે અને આ ભારત તથા અમેરિકાના વિશેષ સંબંધોનો આધાર છે. છેલ્લા દાયકામાં 40 લાખથી વધુ ભારતીય-અમેરિકીઓના જીવંત સમુદાય સહિત અમારા લોકો વચ્ચે આસપી સંબંધોએ આપણી ભાગીદારી બનાવી રાખી છે અને તેને મજબૂત કરી છે. 


બાઇડેને તે પણ કહ્યુ કે છેલ્લા એક વર્ષમાં બંને દેશ કોવિડ-19 વૈશ્વિક મહામારીનો સામનો કરવા દરમિયાન એક નવી રીત તથા માધ્યમોથી સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકા અને ભારતે સુરક્ષિત તથા અસરકારક કોવિડ રસીના વૈશ્વિક સ્તર પર નિર્માણને વિસ્તાર આપવા અને હિંદ પ્રશાંતમાં લોકો સુધી પહોંચાડવા માટે સમન્વય મજબૂત કરવા માટે ક્વાડ દ્વારા જાપાન અને ઓસ્ટ્રેલિયાની સાથે ભાગીદારી કરી છે. 


બાઇડેને કહ્યુ- મોટા પડકાર અને અવસરોના આ સમયમાં ભારત અને અમેરિકા વચ્ચે ભાગીદારી પહેલાથી વધુ મહત્વપૂર્ણ છે. આપણે સાથે મળીને દુનિયાને દેખાડવુ જોઈએ કે આપણા બે મહાન અને વિવિધ લોકતંત્ર દરેક જગ્યાના લોકો માટે કામ કરી શકે છે. આપણા બંને દેશો વચ્ચે મિત્રતા બનતી અને વધતી રહેશે. તેમણે પોતાના સંદેશમાં કહ્યુ- હું ભારત, અમેરિકા અને વિશ્વભરમાં આજે ભારતનો સ્વતંત્રતા દિવસ મનાવી રહેલા બધા લોકો માટે એક સુરક્ષિત અને ખુશ સ્વતંત્રતા દિવસની કામના કરુ છું. 


In celebration of India’s 75th #IndependenceDay, our American diplomats share the many things they love about #IncredibleIndia🇮🇳. pic.twitter.com/M1TOpj44oD


— U.S. Embassy India (@USAndIndia) August 14, 2021 >


અમેરિકી વિદેશ મંત્રીએ આપી શુભેચ્છાઓ
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેને પણ ભારતના લોકોને તેના 75માં સ્વતંત્રતા દિવસ પર હાર્દિક શુભકામનાઓ આપતા કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે સંબંધ સાત દાયકા પહેલા શરૂ થયો અને એક મજબૂત થતી ભાગીદારીમાં બદલાય ગયો. તેમણે કહ્યું- અમારો પ્રાદેશિક સહયોગ ઝડપથી વધી રહ્યો છે અને અમે એક સ્વતંત્ર તથા મુક્ત હિંદ-પ્રશાંતના પોતાના સંયુક્ત દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે ભાગીદારો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. ક્લાઇમેટ ચેન્જ પહેલ અને સ્વચ્છ ઉર્જાથી અંતરિક્ષ ટેકનોલોજી સુધી, યુએસ-ભારત દ્વિપક્ષીય સહયોગ પહેલા કરતા વધુ વ્યાપક અને મજબૂત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube