વારસા: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન યુક્રેનની સરહદને અડીને આવેલા પોલેન્ડ પહોંચ્યા છે. ત્યાં સરહદ પાસે તૈનાત અમેરિકાના સૈનિકો સાથે વાતચીત કરશે. ત્યારે રશિયાના હુમલાથી બચવા માટે પોલેન્ડ ભાગીને આવેલા લાખો યુક્રેની લોકોની પ્રતિક્રિયાઓને પણ જાણવાનો પ્રયાસ કરશે. જો બિડેનના આ પ્રવાસ બાદ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે, અમેરિકા રશિયા વિરૂદ્ધ જલદી કોઈ મહત્વના પગલાં લઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિડેન પહોંચ્યા રેઝો એરપોર્ટ
બિડેન પોલેન્ડમાં અમેરિકી સૈન્યના 82માં એરબોર્ન ડિવીઝનના સભ્યોને મળશે, જે પોલિશ સૈનિકો સાથે સેવા કરી રહ્યા છે. ત્યારે દક્ષિણ પૂર્વ પોલેન્ડના સૌથી મોટા શહેર રેઝોના એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી યુક્રેનની સરહદ એક કલાકના અંતરે છે. તેઓ વારસોમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેઝ ડૂડા અને અન્ય સાથે વાતચીત કરશે.


100% જોબ ગેરેન્ટી, ફ્રી એજ્યુકેશન... આ છે દુનિયાના Top 10 સુખી દેશ, ભારતનો નંબર જોઈ લાગશે આઘાત


જમીની સ્તની લેશે જાણકારી
જો કે, પોલિશ નેતાને એરપોર્ટ પર બિડેનનું સ્વાગત કરવાનું હતું, પરંતુ તકનીકી સમસ્યાના કારણે, તેમના વિમાનમાં વિલંબ થયો. વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને કહ્યું કે, બિડેન અમેરિકી સૈનિકો અને માનવીય વિશેષજ્ઞો સાથે જમીની સ્થિતિ વિશે વાત કરશે અને તે સુનિશ્ચિત કરશે કે કયા પગલાં લેવાની જરૂરિયાત છે.


8 બ્રાહ્મણ, 8 દલિત, 6 રાજપૂત... જાણો યોગી 2.0 મંત્રીમંડળમાં આ રીતે સાધવામાં આવ્યું જાતિગત સમીકરણ


બે દિવસીય યાત્રા પર બિડેન
ત્યારે બિડેન સંકટના આ સમયમાં ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના એક પ્રમુખ સભ્યની મદદ માટે અમેરિકન પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરશે. બ્રસેલ્સમાં, યુક્રેનના મુદ્દા પર નાટો, સાત ઔદ્યોગિક રાષ્ટ્રોના જૂથ અને 27-સભ્ય યુરોપિયન કાઉન્સિલની કટોકટી બેઠકમાં ભાગ લીધા બાદ બિડેન બે દિવસીય યાત્રા પર પોલેન્ડ આવ્યા છે.


ગુજરાતમાં ચોથી લહેરની એન્ટ્રી? આ 7 રાજ્યોમાં જોવા મળ્યો નવો વેરિયન્ટ! આ રહ્યા લક્ષણ


13 બિલિયન ડોલરની સહાયતા
તમને જણાવી દઇએ કે, અમેરિકન કોંગ્રેસે આ મહિનામાં યુક્રેન માટે માનવીય અને સૈન્ય સહાયતા પર 13 બિલિયન અમેરિકી ડોલરથી વધારે ખર્ચ કરવાની મંજૂરી આપી છે. બિડેન પ્રશાસને આ સહાયતા રકમને મોકલવાની શરૂ પણ કરી દીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube