8 બ્રાહ્મણ, 8 દલિત, 6 રાજપૂત... જાણો યોગી 2.0 મંત્રીમંડળમાં આ રીતે સાધવામાં આવ્યું જાતિગત સમીકરણ

વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ યોગી આદિત્યનાથે શુક્રવારના સતત બીજીવખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. લખનઉના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમમાં એક ભવ્ય સમારોહમાં યોગીએ 52 મંત્રીઓ સાથે શપથ લીધા. યોગી મંત્રીમંડળમાં સંતુલન સાધવાનો ભાજપનો પ્રય્તન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે.

8 બ્રાહ્મણ, 8 દલિત, 6 રાજપૂત... જાણો યોગી 2.0 મંત્રીમંડળમાં આ રીતે સાધવામાં આવ્યું જાતિગત સમીકરણ

લખનઉ: યોગી આદિત્યનાથે શુક્રવારના ભવ્ય સમારોહમાં સતત બીજી વખત યુપીના મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમની સાથે 2 ડેપ્યુટી સીએમ સહિત 52 મંત્રીઓએ શપથ લીધા. સિરાથુથી હાર્યા બાદ કેશવ પ્રસાદ મોર્ય આ વખતે પણ ડેપ્યુટી સીએમ બન્યા છે પરંતુ દિનેશ શર્માનું પત્તું કપાયું છે. તેમની જગ્યાએ વધુ એક બ્રાહ્મણ ચેહરો બ્રિજેશ પાઠકને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. યોગી 2.0 મંત્રીમંડળમાં આ વખતે પણ જાતિગત સમીકરણનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. સૌથી વધારે 8 બ્રાહ્મણ અને એટલા જ દલિત સમાજથી આવતા લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે.

યોગી 2.0 મંત્રીમંડળમાં અગાઉની જેમ આ વખતે 2 ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. બંને ઉપ મુખ્યમંત્રીઓ ઉપરાંત 16 કેબિનેટ મંત્રી, 14 સ્વતંત્ર પ્રભારના રાજ્યમંત્રી અને 20 રાજ્યમંત્રીઓએ શપથ લીધા.

મુસ્લિમ, શીખ અને કાયસ્થ સમાજમાંથી 1-1 મંત્રી
યોગી 2.0 મંત્રીમંડળમાં કાયસ્થ, મુસ્લિમ અને શીખ સમાજમાંથી એક-એક મંત્રી સામેલ છે. અગાઉના મુસ્લિમ મંત્રી રહેલા મોહસિન રજાનું પત્તુ કપાયું છે તો તેમની જગ્યા બલિયાના યુવા નેતા દાનિશ આઝાદ અંસારી રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. આ વખતે સિદ્ધાર્થનાથ સિંહનું પત્તું કપાયું છે પરંતુ અરૂણ કુમાર સક્સેના રૂપમાં યોગી 2.0 માં આ વખતે પણ કાયસ્થ ચહેરાની એન્ટ્રી થઈ છે.

યોગી 2.0 મંત્રીમંડળમાં 5 જાટ, 2 યાદવ અને 2 ભૂમિહાર સમાજના મંત્રી છે. યુપીમાં ભાજપના કુલ 46 બ્રાહ્મણ ધારાસભ્ય છે. મંત્રીમંડળમાં આ સમાજને 8 પદ મળ્યા છે. આ રીતે ભાજપના 43 ધારાસભ્ય રાજપૂત છે અને આ સમાજના 6 નેતાઓને મંત્રી પદ મળ્યું છે. એસસી અને એસટી સમાજમાંથી ભાજપ પાસે 65 ધારાસભ્ય છે. આ સમાજના 8 નેતા યોગી 2.0 મંત્રમંડળમાં સામેલ છે.

યોગી 2.0 મંત્રીમંડળ
કેશવ પ્રસાદ મોર્ય- ઉપમુખ્યમંત્રી- ઓબીસી
બ્રિજેશ પાઠક- ઉપમુખ્યમંત્રી- બ્રાહ્મણ
સ્વતંત્ર દેવ સિંહ- મંત્રી- રાજપૂત
સૂર્ય પ્રતાપ શાહી- મંત્રી- ભૂમિહાર
સુરેશ કુમાર ખન્ના- મંત્રી- ખત્રી
બેબી રાની મોર્ય- મંત્રી- દલિત
લક્ષ્મી નારાયણ ચૌધરી- મંત્રી- જાટ
જય વીર સિંહ- મંત્રી- રાજપૂત
ધર્મપાલ સિંહ- મંત્રી- લોધ
નંદ ગોપાલ નંદી, ધારાસભ્ય- મંત્રી- બનિયા
ભૂપેન્દ્ર સિંહ ચૌધરી- મંત્રી- જાત
અનિલ રાજભર- મંત્રી- રાજભર
જિતિન પ્રસાદ- મંત્રી- બ્રાહ્મણ
રાકેશ સચાન- મંત્રી- કુર્મી
અરવિંદ કુમાર શર્મા- મંત્રી- ભૂમિહાર બ્રાહ્મણ
યોગેન્દ્ર ઉપાધ્યાય- મંત્રી- બ્રાહ્મણ
આશિષ પટેલ- મંત્રી- કુર્મી (પછાત)
સંજય નિષાદ- મંત્રી- નિષાદ

રાજ્યમંત્રી, સ્વતંત્ર પ્રભાર
નિતિન અગ્રવાલ- સ્વતંત્ર પ્રભાર- બનિયા
કપિલ દેવ અગ્રવાલ- સ્વતંત્ર પ્રભાર- બનિયા
રવિન્દ્ર જયસવાલ- સ્વતંત્ર પ્રભાર- બનિયા
સંદીપ સિંહ- સ્વતંત્ર પ્રભાર- લોધ (પછાત)
ગુલાબ દેવી- સ્વતંત્ર પ્રભાર- દલિત
ગિરીષ ચંદ યાદવ- સ્વતંત્ર પ્રભાર- યાદવ (પછાત)
ધર્મવીર પ્રજાપતિ- સ્વતંત્ર પ્રભાર- પછાત
અસીમ અરૂણ- સ્વતંત્ર પ્રભાર- દલિત
જેપીએસ રાઠોર- સ્વતંત્ર પ્રભાર- રાજપૂત
દયાશંકર સિંહ- સ્વતંત્ર પ્રભાર- રાજપૂત
નરેન્દ્ર કશ્યપ- સ્વતંત્ર પ્રભાર- ઓબીસી
દિનેશ પ્રતાપ સિંહ- સ્વતંત્ર પ્રભાર- રાજપૂત
અરૂણ કુમાર સક્સેના- સ્વતંત્ર પ્રભાર- કાયસ્થ (સિદ્ધાર્થ નાથ સિંહનું પત્તું કાપ્યું હતું)
દયાશંકર મિશ્રા દયાલુ- સ્વતંત્ર પ્રભાર- બ્રાહ્મણ

રાજ્યમંત્રી
મયંકેશ્વર શરણ સિંહ- રાજ્યમંત્રી- રાજપૂત
દિનેશ ખટીક- રાજ્યમંત્રી- અનુસૂચિત જાતિ (દલિત)
સંજીય ગૌંડ- રાજ્યમંત્રી- અનુસૂચિક જનજાતિ (એસટી)
બલદેવ સિંહ ઔલખ- રાજ્યમંત્રી- શીખ
અજીત પાલ- રાજ્યમંત્રી
જસવંત સૈની- રાજ્યમંત્રી- સૈની (એસસી)
રામકેશ નિષાદ- રાજ્યમંત્રી- નિષાદ (દલિત)
મનોહર લાલા 'મુન્નુ કોરી'- રાજ્યમંત્રી
સંજય ગંગવાર- રાજ્યમંત્રી- કુર્મી (પછાત)
રામકેશ નિષાદ- રાજ્યમંત્રી- નિષાદ
બ્રિજેશ સિંહ- રાજ્યમંત્રી- રાજપૂત
કેપી મલિક- રાજ્યમંત્રી
સુરેશ રાહી- રાજ્યમંત્રી
સોમેન્દ્ર તોમર- રાજ્યમંત્રી- ગુર્જર
અનુપ પ્રધાન 'વાલ્મીકિ'- રાજ્યમંત્રી- દલિત
પ્રતિભા શુક્લા- રાજ્યમંત્રી- બ્રાહ્મણ
રાકેશ રાઠોર 'ગુરુ'- રાજ્યમંત્રી
રજની તિવારી- રાજ્યમંત્રી- બ્રાહ્મણ
સતીશ શર્મા- રાજ્યમંત્રી
દાનિશ આઝાદ અંસારી- રાજ્યમંત્રી- મુસ્લિમ
વિજય લક્ષ્મી ગૌતમ- રાજ્યમંત્રી- દલિત

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news