નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) ના પુત્ર હન્ટર બાઈડેનના લીક થયેલા ઈમેઈલથી ચોંકાવનારો ખુલાસો થયો છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે હન્ટરે વેશ્યાઓ, ડ્રગ્સ, લક્ઝરી ગાડીઓ પર લાખો અમેરિકી ડોલરનો ખર્ચ કરી નાખ્યો. આ ખુલાસામાં ચોંકાવનારી વાત એ પણ રહી કે પિતાના દમદાર હોદ્દાની પણ પુત્રએ દરકાર ન કરી અને ખોટું કામ કરવામાં તે જરાય સંકોચાયો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડેઈલી મેઈલમાં પ્રકાશિત એક ખબર મુજબ તેમણે હન્ટરના લેપટોપથી એક્સપર્ટ દ્વારા 103000 ટેક્સ્ટ મેસેજ, 154000 ઈમેઈલ, 2000થી વધુ તસવીરો મેળવી છે. જેનાથી ચોંકાવનારા ખુલાસા થયા છે. વગદાર પરિવારના પુત્રના અંગત જીવન સંબંધિત ખુલાસા વચ્ચે અમે તમને જણાવીએ કે જે દરમિયાન હન્ટરની આ ચેટ અને ઈમેઈલ લીક થયા તે વખતે પિતા જો બાઈડેન અમેરિકાના રાષ્ટ્રપતિ નહતા. 


કરજમાં ડૂબેલા પુત્રને કોણે આપ્યો સહારો?
રિપોર્ટમાં એવો પણ દાવો કરાયો છે કે ડઝનો તસવીરો, દસ્તાવેજો, ઈમેઈલ અને અન્ય ચેટની તપાસથી જાણવા મળે છે કે વર્ષ 2013થી 2016 સુધીમાં હન્ટરે પોતાની જાતને કરજમાં ડૂબાડેલી હતી. કરોડોની આવક છતાં પુષ્કળ ખર્ચા અને બિઝનેસ ડીલ રદ થવા જેવી વાતોને કારણભૂત ગણાવવામાં આવી. 


સતાવી રહ્યો હતો જેલ જવાનો ડર
મેઈલની તપાસમાં એવો પણ ખુલાસો થયો કે તે સમયે હન્ટર બાઈડેન વિરુદ્ધ એક મામલે ફેડરલ એજન્સીની તપાસ ચાલી રહી હતી, ત્યારે તેમણે એક ઈમેઈલ લખ્યો હતો. જેમાં તેમણે પોતાને જેલમાં મોકલવાનો ડર જતાવ્યો હતો. દસ્તાવેજોની પડતાલ દરમિયાન હન્ટર બાઈડેનની ડ્રગ્સ ચેટ પણ સામે આવી. 


લક્ઝરી ગાડીઓ અને વેશ્યાઓ પર ઉડાવી કરોડોની રકમ
દસ્તાવેજોથી એ પણ ખુલાસો થયો છે કે તેમણે વર્ષ 2014માં પોર્શે અને એક ઓડી 2018માં ફોર્ડ રેપ્ટર ટ્રેક અને 80,000 ડોલરની એક બોટ, એક રેન્જ રોવર, લેન્ડ રોવર, બીએમડબલ્યુ અને શેવરલે ટ્રક સહિત અનેક લક્ઝરી ગાડીઓ ખરીદી હતી. તેમણે લાખો ડોલરની રકમ સ્ટ્રિપર્સ અને સંદિગ્ધ વેશ્યાઓ ઉપર પણ ખર્ચ કરી હતી. 


હન્ટરે વર્ષ 2018માં એક મહિલાને સ્વીટહાર્ટ, લવ કહીને ટેક્સ્ટ કર્યું હતું. જેમાં યુક્રેનની આ મહિલાની માતાના  ઘરનું ભાડુ આપવાની રજૂઆત કરતા પ્લેનની ટિકિટ ખરીદવાની સાથે સાથે સેલરી પણ અપાઈ હતી. 20 ફેબ્રુઆરી 2019ના રોજ હન્ટરે ડાયના પગાનો નામની એક મહિલાને ટેક્સ્ટ મેસેજ કર્યો હતો. આ મહિલા અન્ય મહિલાઓને ઉબર દ્વારા કનેક્ટિકટના ન્યૂ હેવનમાં હન્ટરના હોટલ રૂમમાં લઈને ગઈ હતી. 


Shocking! ચીનની વુહાન લેબમાં કોરોનાથી પણ ખતરનાક વાયરસ, ચોખા-કપાસથી થયો ચોંકાવનારો ખુલાસો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube