G7 summit: માત્ર 12 સેકન્ડમાં જુઓ મોદીનો પ્રભાવ, મહાસત્તાના મહારથી સામે ચાલીને મળ્યા
જર્મની G7 ના અધ્યક્ષના રૂપમાં શિખર સંમેલનની મેજબાની કરી રહ્યા છે. આ દરમિયાન તમામ નેતાઓની એકબીજા સાથે મુલાકાત થઇ. એવામાં અમેરિકન નેતા રાષ્ટ્રપતિ જો બાઇડન અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને ભારતીયોની છાતી ગર્વથી ફૂલી જશે.
G7 Summit: જર્મનીના ચાંસલર ઓલાફ સ્કોલ્ઝના નિમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મન પ્રેસીડેન્સીના અંતગર્ત G7 શિખર સંમેલન (48th G7 summit) માં ભાગ લઇ રહ્યા છે. તેમાં દુનિયાના 7 અમીર દેશોના નેતા યૂક્રેન પર રશિયાના આક્રમણ, ખાદ્ય સુરક્ષા અને આતંકવાદ સહિત વિભિન્ન મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઇ રહી છે. જર્મની G7 ના અધ્યક્ષના રૂપમાં શિખર સંમેલનની મેજબાની કરી રહ્યા છે. આ દરમિયાન તમામ નેતાઓની એકબીજા સાથે મુલાકાત થઇ. એવામાં અમેરિકન નેતા રાષ્ટ્રપતિ જો બાઇડન અને નરેન્દ્ર મોદીની મુલાકાતનો એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઇને ભારતીયોની છાતી ગર્વથી ફૂલી જશે.
આ 12 સેકન્ડના વીડિયોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સંમેલન દરમિયાન કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો સાથે વાતચીત કરતાં જોવા મળી રહ્યા છે ત્યારે પાછળથી આવી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ખભા પર હાથ મિલાવી વાત કરવા બોલાવે છે. આ વિડીયો સ્પષ્ટપણે ભારતની મજબૂતી અને મહત્વ દેખાઇ રહ્યું છે. અમેરિકા વૈશ્વિક મહાસત્તા તરીકે ઓળખાય છે ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ સામે ચાલીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા તત્પર જોવા મળી રહ્યા છે. ત્યારે પીએમ મોદી ઉભા રહીને જો બાઇડેન સાથે હળવાશભર્યા મૂડ વાતચીત કરતાં જોવા મળે છે.
મોદીને શોધતી હતી બાઇડનની નજરો
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube