નવી દિલ્હી: દુનિયાના સૌથી જૂના લોકતંત્રના સૌથી પાવરફૂલ પદની ચૂંટણી પર વિશ્વભરની નજર છે. અમેરિકા )America Presidential Election) માં આજે 45માં રાષ્ટ્રપતિને ચૂંટી કાઢવા માટે મતદાન થયું. આ વખતે કોરોનાકાળ હોવાના કારણે ચૂંટણી અલગ છે. કોરોનાના કારણે દસ કરોડ લોકો પહેલેથી જ મત આપી ચૂક્યા છે. સવાલ એ છે કે ટ્રમ્પ ફરીથી સત્તા પર બિરાજમાન થશે કે તેમને માત આપીને જો બાઈડેન વ્હાઈટ હાઉસની રેસ જીતશે? રાષ્ટ્રપતિ ટ્રમ્પ જો ફરીથી જીતશે તો સતત બે વાર તાજપોશીવાળા ચોથા રાષ્ટ્રપતિ હશે. 1992માં ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટનના જીત્યા બાદથી આ પરંપરા જોવા મળી રહી છે. પરંતુ જો ટ્રમ્પ હારશે તો જ્યોજ બુશ સિનિયર બાદ બીજા રાષ્ટ્રપતિ હશે જેમને વ્હાઈટ હાઉસમાં જવાની ફરીથી તક નહીં મળે. હાલ જે પરિણામો આવી રહ્યા છે તે જોતા ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું પલડું ભારે લાગી રહ્યું છે. અમેરિકી મીડિયાના જણાવ્યાં મુજબ જો બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પના પુત્રએ કાશ્મીરને પાકમાં દેખાડ્યું, ભારતને ગણાવ્યો બાઇડેન સમર્થક દેશ


લાઈવ અપડેટ્સ...


- અમેરિકામાં હાલ રાત પડી જવાના કારણે હાલ મતગણતરી અટકાવી દેવામાં આવી છે. છેલ્લી માહિતી મુજબ બાઈડેનને 238 ઈલેક્ટોરલ મત જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 
- અમેરિકામાં ચાર જગ્યાએ મતગણતરી અટકાવવામાં આવી. પેન્સિલવેનિયા, જ્યોર્જિયા, મિશિગન, અને વિસ્કોન્સિનમાં મતગણતરી અટકાવવામાં આવી છે. મોડી રાત થવાના કારણે મતગણતરી અટકાવવામાં આવી છે. 
- છેલ્લે મળતી માહિતી મુજબ બાઈડેનને 238 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઈલેક્ટોરલ મત મળ્યા છે. 
- જો બાઈડેનને એક મહત્વપૂર્ણ જીત એરિઝોનામાં મળી છે. એરિઝોનાના 11 ઈલેક્ટોરલ મત બાઈડનને મળતા તેમની લીડ વધી છે. 
- પરિણામો પહેલા જ ટ્રમ્પે જાહેરાત કરીને કહ્યું કે ચૂંટણીમાં થયેલી ગેરરીતિ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં જશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube