વોશિંગ્ટનઃ અમેરિકાએ લશ્કર-એ-તૈયબાના કમાન્ડર અબ્દુલ રહમાન અલ-દાખિલને વૈશ્વિત આતંકી જાહેર કર્યો છે. અમેરિકા તરફતી આ પગલું મંગળવારે ભરવામાં આવ્યું. અબ્દુલ રહમાન અત્યાર સુધી જમ્મૂ ક્ષેત્રમાં આતંકી સંગઠનનો કમાન્ડર હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અબ્દુલ રહમાન લાંબા સમયથી લશ્કર-એ-તૈયબાનો સભ્ય છે. તે 1997 થી 2001 વચ્ચે ભારતમાં લશ્કર-એ-તૈયબાના હુમલાનો મુખ્ય સંચાલક રહ્યો છે. આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા અમેરિકાની વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં સામેલ છે. 


તમને જણાવી દઈએ કે બ્રિટિશ સુરક્ષા દળોએ 2004માં ઇરાકમાં દાખિલને પડક્યો હતો. ત્યારબાદ તેને ઇરાક અને અફઘાનિસ્તાનમાં અમેરિકી કસ્ટડીમાં રાખવામાં આવ્યો અને 2014માં પાકિસ્તાનના હવાલે કરવામાં આવ્યો. 


પાકિસ્તાનમાં કસ્ટડીમાંથી છૂટ્યા બાદ દાખિલ ફરીથી લશ્કર-એ-તૈયબા માટે કામ કરવા લાગ્યો. તે 2016માં જમ્મૂ વિસ્તાર માટે લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો. 2018ની શરૂઆતમાં તે આ આતંકી સંગઠનમાં સીનિયર કમાન્ડર બન્યો હતો. 


અમેરિકી વિદેશ મંત્રાલયે એક નિવેદમાં કહ્યું કે, દાખિલને વિશેષ વૈશ્વિક આતંકી જાહેર કરવાનો ઈરાદો તેને આતંકી હુમલાની યોજના અને તેને અંજામ આપવાથી રોકવાનો છે. 


2016ના શરૂઆતી દિવસોમાં તે પોતાના ભાઈ મુહમ્મદ ઇજાજ સરફરાશ અને ખાલિદ વાલિદની સાથે લશ્કર માટે ફંડ ભેગું કરવાનું કામ કરી રહ્યો હતો. સરફરાશ અને ખાલિદને લશ્કર-એ-તૈયબા પહેલી જ વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. 


સરફરાશને માર્ચ 2016માં અને વાલિદને સપ્ટેમ્બર 2012માં વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવ્યો હતો.