વોશિંગ્ટન : અમેરિકા અને ઇરાનમાં પહેલાથી જ ખુબ જ તણાવ છે. બીજી તરફ અમેરિકાનાં એક શક્તિશાળી ડ્રોનને તેહરાનમાં તોડી પાડવામાં આવ્યું છે. બંન્ને દેશોએ પોત પોતાનાં દાવા કર્યા છે અને અમેરિકાએ સ્વિકાર કર્યો છે કે ઇરાને તેનાં 18 કરોડ ડોલરનાં જાસુસી ડ્રોનને તોડીપાડવામાં આવ્યું. તુરંત જ  ઇરાને જાહેર કરી દીધી છે કે તેઓ યુદ્ધ માટે તૈયાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગલ્ફ વિસ્તારમાં વધી રહેલા તણાવના કારણે સમગ્ર વિશ્વ માટે ચિંતાની વાત છે કારણ કે, આ સમાચાર એવા સમયમાં આવી છે જ્યારે હાલનાં જ એક અહેવાલમાં આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવનાં કારણે પરમાણુ યુદ્ધ થઇ શકે છે. 
જગત જમાદાર થઇને ફરતા ચંદ્રાબાબુને અમિત શાહનો તમાચો, 4 રાજ્યસભા સાંસદ ખેરવી લીધા
અમેરિકાએ ઇરાનની તે દાવાનો ફગાવી દીધો છે કે આ ડ્રોન તેના હવાઇ ક્ષેત્રમાં હતું. ઇરાનનાં કમાન્ડર હુસૈન સલામીએ ગુરૂવારે જાહેરાત કરી દીધી કે તેઓ યુદ્ધ માટે તૈયાર છે. તેણે આગળ કહ્યું કે, અમેરિકાનાં ડ્રોનને તોડીપાડવામાં આવ્યું કારણ કે અમારી સીમાઓ અમારી રેડ લાઇન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમાચલના કુલ્લુમાં બસ ખાઇમાં ખાબકી: 20નાં મોત અનેક ઘાયલ
ભારત માટે ચેતવણી! ચેન્નાઇમાં દુષ્કાળને પગલે શાળાથી માંડી આખુ શહેર બંધ
તેહરાને કહ્યું કે, તેણે RQ4 ગ્લોબલ હોક ડ્રોનને પોતાનાં દક્ષિણ તટીય પ્રાંત હોરમુજગનનાં આકાશમાં તોડી પાડ્યું. બીજી તરફ અમેરિકી અધિકારીઓએ કહ્યું કે, તે નેવીનું MQ-4C ટ્રાઇટન હતું જે આંતરરાષ્ટ્રીય હવાઇ ક્ષેત્રમાં હતું. બંન્ન પક્ષનાં દાવાઓ લગભગ એક સરખા છે અનેટ્રાઇટન ડ્રોન ગ્લોબલ હોકનો જ એક પ્રકાર છે. 


રાહુલના સ્થાને કોણ હશે ઉત્તરાધિકારી? સોનિયા ગાંધીએ આપ્યો આ જવાબ !
અમેરિકાનાં બેડામાં રહેલ ટ્રાઇટન યુ-2 જાસુસી પ્લેનનું સ્થાન લીધું છે અને તે 56 હજાર ફુટની ઉંચાઇ પર ઉડી શકે છે. ખાસ વાત છે કે તેને માત્ર દમદાર રડાર ગાઇડેડ મિસાઇલ દ્વારા જ તોડી પાડવામાં આવી શકાય છે. આ મિસાઇલોમાંથી એક રશિયાની S-300 સિસ્ટમ છે જે ઇરાન પાસે છે. મળતી માહિતી અનુસાર પહેલીવાર અમેરિકાનાં ટ્રાઇટ્રન ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. ઇરાનની સરકારી સમાચાર એજન્સી ઇસ્લામિક રિપબ્લિકન સમાચાર એજન્સીએ એક તસ્વીર પણ પ્રકાશિત કરી છે જેમાં સળઘતું એરક્રાફ્ટ હવામાંથી નીચે પડતું જોવા મળે છે.