વોશિંગટનઃ અમેરિકા (America) માં રહેતા એક સલૂન  (Salon) ના માલિકને પોતાના કર્મચારીનું કામ એટલું પસંદ આવ્યું કે, તેમણે પ્રભાવિત થઈને માત્ર 1 ડોલર એટલે કે 75 રૂપિયામાં પોતાની દુકાન વેચી દીધી. આ સત્ય છે અને માલિક આમ કરીને ખુશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે એક સારી હેર સ્ટાઇલિસ્ટ છે
સલૂન માલિકનું નામ પિયો ઇમ્પેરતી (Pio Imperati) છે. તેણે કહ્યું કે, હેયર સ્ટાઇલિસ્ટ કૈથી મૌરા (Kathy Moura) એ મારી આશાથી વધુ સારૂ કામ કરી મને પ્રભાવિત કર્યો છે. તે એક સારી હેર સ્ટાઇલિસ્ટ છે. હું ક્યારેય ઈચ્છીશ નહીં કે તેની અને મારી દોસ્તી કોઈ કારણે તૂટે, તેથી મેં ઇટલી સ્થિત પોતાના સલૂનને માત્ર 1 રૂપિયામાં તેને વેચી દીધું છે. 


આ પણ વાંચોઃ Nepal: સુપ્રીમ કોર્ટનો આદેશ- 28 કલાકની અંદર શેર બહાદુરને પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવે  


આપવું પડશે દુકાનનું ભાડુ
પરંતુ આ દરમિયાન મૌરા પિયો ઇમ્પેરતીને દુકાન માટે ભાડાની ચુકવણી કરશે. પરંતુ માત્ર 1 ડોલરમાં દુકાન મળવાને કારણે સાધનો, માલ-સામાન અને ગ્રાહકો માટે સલૂન ખરીદવાના હજારો ડોલરના ખર્ચથી બચી માલિક બની ગઈ છે. 79 વર્ષીય ઇમ્પેરતી હવે ત્યાં એક સ્વતંત્ર કોન્ટ્રાક્ટરના રૂપમાં કામ કરી રહ્યો છે. રસપ્રદ વાત છે કે કૈથી મૌરાને હાઈસ્કૂલ પાસ કર્યા બાદ પ્રથમવાર આ સલૂન માલિકે કામ આપ્યું હતું. 


તો દુકાનની માલિક બન્યા બાદ કૈથી મૌરાએ કહ્યું- મારૂ સપનું હતું કે એક દિવસ હું મારૂ સલૂન શરૂ કરવામાં સક્ષણ બનું જે આજે સંભવ થઈ ગયું. યૂએસ ન્યૂઝ રિપોર્ટ અનુસાર, તેણે કહ્યું કે, અમે એક પરિવાર તરફ વધ્યા. તે (ઇમ્પેરતી) સલૂનમાં આવનાર બધા લોકો સાથે એક સમાન વ્યવહાર કરે છે. મૌરાએ ઇમ્પેરતીને લઈને કહ્યું- તે ઈચ્છે છે કે કોઈપણ વ્યક્તિ જે અહીં કામ કરે છે તે તે આગળ વધે અને માલિક બને. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube