Russia-Ukraine Dispute: રશિયાએ યુક્રેન સરહદ પર એક લાખ નહીં પરંતુ આટલા બધા સૈનિકોનો ખડકલો કર્યો!
પશ્ચિમી દેશોની ચેતવણી છતાં રશિયા યુક્રેનની સરહદે પોતાના સૈનિકોનો જમાવડો કરી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે યુક્રેનની સરહદ પર રશિયાના એક લાખ નહીં પરંતુ 1,30,000 કરતા પણ વધુ સૈનિકો હાજર છે. અમેરિકાએ આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી રશિયન આક્રમણ સંબંધિત ચેવતણીને તૂલ ન આપવાની વાત કરી ચૂક્યા છે.
મોસ્કો: પશ્ચિમી દેશોની ચેતવણી છતાં રશિયા યુક્રેનની સરહદે પોતાના સૈનિકોનો જમાવડો કરી રહ્યું છે. અમેરિકાનો દાવો છે કે યુક્રેનની સરહદ પર રશિયાના એક લાખ નહીં પરંતુ 1,30,000 કરતા પણ વધુ સૈનિકો હાજર છે. અમેરિકાએ આ દાવો એવા સમયે કર્યો છે કે જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી રશિયન આક્રમણ સંબંધિત ચેવતણીને તૂલ ન આપવાની વાત કરી ચૂક્યા છે.
બાઈડને 50 મિનિટ વાત કરી
વ્હાઈટ હાઉસે જણાવ્યું કે રાષ્ટ્રપતિ જો બાઈડેને રવિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સ્કી સાથે લગભગ 50 મિનિટ વાત કરી અને તેમણે સમર્થનની પ્રતિબદ્ધતા દોહરાવી. નામ ન જણાવવાની શરતે એક અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ યુક્રેનની સરહદ પર રશિયાના સૈનિકોની એક લાખની સંખ્યાના પોતાના દાવામાં સુધારો કરતા રવિવારે 1,30,000 થી વધુ સૈનિકોનો જમાવડો થવાનો દાવો કર્યો છે.
કેટલીક ઉડાણો રદ કરાઈ
અમેરિકાના જણાવ્યાં મુજબ ચેતવણી આપવામાં આવી છે કે વધુ સંખ્યામાં રશિયન સૈનિકો યુક્રેનની સરહદ પાસે જમા થઈ રહ્યા છે અને કેટલીક ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલાક માર્ગ પરિવર્તિત કરાયા છે. અત્રે જણાવવાનું કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ તાજેતરમાં જ રશિયા દ્વારા આક્રમણ કરવા મુદ્દે કહ્યુ હતું કે તેમને હજુ સુધી આ અંગે કોઈ સંતોષકારક પુરાવા મળ્યા નથી. તેમણે એમ પણ કહ્યું કે આ મુદ્દાને વધારે તૂલ ન આપવામાં આવે.
યુક્રેનને ત્રણ બાજુથી ઘેર્યું
રિપોર્ટ્સ મુજબ રશિયન સૈનિકોએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધુ છે. જો કે આમ છતાં યુક્રેનના રાષ્ટ્રપતિએ પોતાના નાગરિકોને સંયમ વર્તવાનું કહ્યું છે. તેમનું કહેવું છે કે એ વાતના પૂરતા પુરાવા નથી મળ્યા કે રશિયા આગામી કેટલાક દિવસોમાં હુમલો કરી શકે છે. આ બાજુ રશિયાનું કહેવું છે કે સૈનિકોનો જમાવડો તેમના સૈન્ય અભ્યાસનો એક ભાગ છે અને તેનો ઈરાદો હુમલો કરવાનો નથી.
(ઈનપુટ- ભાષા)
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube