US Shooting: વર્જીનિયા વોલમાર્ટમાં અંધાધૂંધ ફાયરિંગ, 10 લોકોના મોત
US Shooting: અમેરિકામાં ફરીથી એકવાર આડેધડ ફાયરિંગની ઘટના ઘટી છે. આ ઘટના વોલમાર્ટ સ્ટોરમાં ઘટી જેમાં 10 લોકોના જીવ ગયા છે. પોલીસના જણાવ્યાં મુજબ આ ઘટનામાં શૂટરને પણ ઠાર કરાયો છે. ચેસાપીક શહેરના પોલીસ અધિકારીઓએ તપાસ વચ્ચે લોકોને વોલમાર્ટ સ્ટોરથી દૂર રહેવા જણાવ્યું છે. પોલીસે જગ્યાને ઘેરી લીધી છે અને તપાસ ચાલુ છે.
US Shooting: અમેરિકામાં એકવાર ફરીથી ભયાનક ફાયરિંગની ઘટના ઘટી છે. વર્જીનિયાના વોલમાર્ટમાં થયેલા ફાયરિંગમાં 10 લોકોના જીવ ગયા છે. વર્જીનિયાના ચેસાપીકમાં મોડી સાંજે ઘટેલી આ ઘટનામાં પોલીસે શૂટરને ઠાર કર્યો છે. વોલમાર્ટ અને ચેસાપીક પોલીસ વિભાગે જણાવ્યું કે મૃતકો અને ઘાયલોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી અને તે વધી શકે છે.
ચેસાપીક શહેરના પોલીસ અધિકારીઓએ તપાસ વચ્ચે લોકોને વોલમાર્ટ સ્ટોરથી દૂર રહેવા જણાવ્યું છે. પોલીસે જગ્યાને ઘેરી લીધી છે અને તપાસ ચાલુ છે. અત્રે જણાવવાનું અમેરિકામાં ગન કલ્ચરના માથાનો દુ:ખાવો બની રહ્યું છે. અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવે તે ચિંતાનું કારણ બની રહ્યું છે.
અત્રે જણાવવાનું કે કોલોરાડોમાં પણ તાજેતરમાં જ એક LGBTQ નાઈટ ક્લબમાં થોડા દિવસ પહેલા આવી જ ફાયરિંગની ઘટના જોવા મળી હતી. નાઈટ ક્લબમાં થયેલા આ ફાયરિંગમાં પાંચ લોકોના જીવ ગયા હતા. જ્યારે 18 લોકો ઘાયલ થયા હતા. અમેરિકા સ્થિત કોલોરાડો સ્પ્રિંગ્સમાં રવિવારે રાતે એક હુમલાખોરે ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ તેની અટકાયત થઈ અને મામલાની તપાસ હાલ ચાલુ છે.
આ વીડિયો પણ ખાસ જૂઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube