યુરેનિયમનો સંગ્રહ વધારવા અંગે અમેરિકાએ ઈરાનને વધુ પ્રતિબંધ લગાવાની આપી ધમકી
અમેરિકા દ્વારા ગયા વર્ષે ઈરાન સાથે થયેલા પરમાણુ કરારમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા પછી ઈરાન સાથે તણાવ પેદા થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપ્રિલમાં ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મુકાયા બાદ બંને દેશ વચ્ચેનો તણાવ વધી ગયો હતો
વોશિંગટનઃ અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સમૃદ્ધ યુરેનિયમની સંગ્રહ ક્ષમતા 2015ના પરમાણુ કરારમાં નક્કી કરેલી મર્યાદા કરતાં વધારવા બાબતે ઈરાન પર વધારાના પ્રતિબંધ લગાવાની ધમકી ઉચ્ચારી છે. સમાચાર એજન્સી એફે અનુસાર, પોમ્પિયોએ રવિવારે ટ્વીટર પર લખ્યું છે કે, "રાને તાજેતરમાં જ તેના પરમાણુ કાર્યક્રમનો વધારો કર્યો છે. તેના પર વધુ પ્રતિબંધો લગાવાશે અને તેને વિખુટું પાડી દેવાશે. રાષ્ટ્રોને ઈરાનના પરમાણુ કાર્યક્રમના સંવર્ધન પર પ્રતિબંધલગાવવા માટે લાંબાગાળાના ધોરણો લાગુ કરવા પડશે. પરમાણુ હથિયારોથી સંપન્ન ઈરાન દુનિયા માટે વધુ મોટો ખતરો બની જશે."
ઈરાને રવિવારે આ જાહેરાત કરી હતી
ઈરાને રવિવારે જણાવ્યું હતું કે, તે પોતાના યુરેનિયમ સંગ્રહના સ્તરને 3.67 ટકાના સ્તરથી વધારે આગળ લઈ જશે. જે પરમાણુ કરારનું બીજું ઉલ્લંઘન છે. જોકે, વિદેશ મંત્રી જાવેદ જરીફે જણાવ્યું કે, જો યુરોપિયન દેશ પોતાની પ્રતિબદ્ધતાઓ પણ અમલ કરશે તો ઈરાન આ પગલું રોકી શકે છે.
સંયુક્ત વ્યાપક કાર્ય યોજના (JCPOA) દ્વારા 2015માં પ્રતિબંધોમાં રાહત આપવાના બદલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ મર્યાદિત કરી દેવાયા હતા.
અમેરિકા દ્વારા ગયા વર્ષે ઈરાન સાથે થયેલા પરમાણુ કરારમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા પછી ઈરાન સાથે તણાવ પેદા થઈ ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા એપ્રિલમાં ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા પર પ્રતિબંધ મુકાયા બાદ બંને દેશ વચ્ચેનો તણાવ વધી ગયો હતો.
જૂઓ LIVE TV....