અમેરિકા હવે સાઉદી અરબમાં કરવા જઇ રહ્યું છે સૈનિકોની તૈનાતી, જાણો શું છે કારણ
સાઉદી અરેબિયા (Saudi Arabia)માં તેલ નિકાસ કરનારી કંપની અરામકો (ARAMCO) પરના હુમલાએ આખી દુનિયાની આર્થિક સ્થિતિને હચમચાવી નાખી હતી
વોશિંગટન: સાઉદી અરેબિયા (Saudi Arabia)માં તેલ નિકાસ કરનારી કંપની અરામકો (ARAMCO) પરના હુમલાએ આખી દુનિયાની આર્થિક સ્થિતિને હચમચાવી નાખી હતી, ત્યારબાદ ઘણા દેશોએ અહીંની તપાસ બાદ કેટલાક મહત્વપૂર્ણ તથ્યો એકત્રિત કરવા માટે તેમની ટીમને સાઉદી અરેબિયા મોકલી હતી અને સાથે સાથે લશ્કરી સુરક્ષા પણ આપી હતી.
આ પણ વાંચો:- પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર
ત્યારે, હવે અમેરિકા પણ સાઉદી તેલ સંયંત્રો પર થયેલા હુમલા બાદ સાઉદી અરબમાં લગભગ 200 સહાયતા સૈનિકો અને મિસાઇલ રક્ષા ઉપકર્ણોને તૈનાત કરશે. અમેરિકન રક્ષા મંત્રી માર્ક એસ્પરે તેમના એક નિવદેનમાં આ વાત કરી હતી. સમાચાર એજન્સીના સિન્હુઆના જણાવ્યા મુજબ પેન્ટાગોન દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં એસ્પરએ જણાવ્યું હતું કે, યુએસ પેટ્રિયોટ મિસાઇલ સિસ્ટમની બેટરી, ચાર સેન્ટિનેલ રડાર અને આશરે 200 સહાય સૈનિકો મોકલશે.
આ પણ વાંચો:- PM મોદીનું આજે UNGAમાં ભાષણ, UN કાર્યાલયની બહાર ભારતી સમુદાય કરશે ભવ્ય સ્વાગત
નિવેદન અનુસાર, આ પગલા મહત્વપૂર્ણ સૈન્ય અને નાગરિક માળખાગત સુવિધા માટે હવાઈ અને મિસાઇલ સંરક્ષણમાં વૃદ્ધિ કરશે. એસ્પરએ કહ્યું કે તેણે વધારાની યુ.એસ. દળોની તૈનાતને મંજૂરી આપી છે, જેમાં બે વધુ પેટ્રિઅટ બેટરી અને ટર્મિનલ હાઇ એલ્ટ્યુટ્યુડ એરિયા ડિફેન્સ સિસ્ટમ (THAAD)નો સમાવેશ થાય છે.
આ પણ વાંચો:- અમે જેહાદી તૈયાર કર્યા, તે આતંકી બન્યા, પાકિસ્તાનમાં 50 આતંકી ગ્રુપ હાજર: ઇમરાન ખાન
પેન્ટાગોન ચીફની ઘોષણા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ખાડીમાં વધુ અમેરિકન સૈનિકોને મોકલવાની મંજૂરી આપ્યાના એક અઠવાડિયા પછી સામે આવી છે. વોશિંગટને આ મહિનાની શરૂઆતમાં પૂર્વ સાઉદી અરેબિયામાં તેલ ઉત્પાદન પ્લાન્ટ્સ પર ડ્રોન હુમલા માટે ઇરાનને દોષી ઠેરવ્યો હતો. જો કે, ઇરાને આ આરોપને એકદમ નકારી કાઢ્યા હતા.
જુઓ Live TV:-