પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અન્ય દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતીય વિદેશ મંત્ર એસ. જયશંકર (S Jaishankar)ના સંબોધન દરમિયાન પાકિસ્તાને બેઠકનો બહિષ્કાર કર્યો હતો.

પાકિસ્તાનનું નવું નાટક, સાર્કની બેઠકમાં જયશંકરના ભાષણનો કર્યો બહિષ્કાર

ન્યૂયોર્ક: સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી અન્ય દક્ષિણ એશિયન ક્ષેત્રીય સહયોગ સંગઠન (SAARC)ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતીય વિદેશ મંત્ર એસ. જયશંકર (S Jaishankar)ના સંબોધન દરમિયાન પાકિસ્તાને બેઠકનો બહિષ્કાર કર્યો હતો. જયશંકર ગુરૂવારના જ્યારે બેઠકને સંબોધિત કરી રહ્યાં હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કૂરેશી તેનાથી દૂર રહ્યાં હતા. ભારતીય મંત્રીના સંબોધન સમાપ્ત કરતા જ પાકિસ્તાનના મંત્રી બેઠકમાં સામેલ થયા હતા.

— ANI (@ANI) September 26, 2019

પાકિસ્તાને આ હરકત એવા સમયે કરી છે જ્યારે તેઓ સતત ભારત પર જ સાર્ક અને દક્ષિણ એશિયન એકતામાં વિઘ્ન લાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભારત સરકારે 5 ઓગ્સટના જમ્મૂ કાશ્મીરને વિશેષ દરરજો આપનાર બંધારણીય કલમ 370ની અનેક જોગવાઈઓ દૂર કરી હતી. ત્યારબાદથી જ પાકિસ્તાનની સાથે તણવા વધી ગયો છે.

— ANI (@ANI) September 26, 2019

કાશ્મીર મુદ્દા પર ભારતના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા પાકિસ્તાને નવી દિલ્હી સાથે તેમના કૂટનીતિક સંબંધને ઘટાડ્યા અને ભારતીય હાઈ કમિશનરને હટાવવામાં આવ્યા હતા.

પાકિસ્તાન કાશ્મીરના મુદ્દાને ઇન્ટનેશનલ લેવલ પર ઉઠાવવાના તમામ પ્રયત્નો કરી રહ્યું છે જ્યારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે, કલમ 370ને દૂર કરવી તે તેમનો આંતરિક મામલો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news