નવી દિલ્હી: મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના આંતરરાષ્ટ્રીય દબાણને જોતા ફ્રાન્સ, અને બ્રિટનના સમર્થનમાં અમેરિકાએ સુરક્ષા પરિષદમાં એક ડ્રાફ્ટ પ્રસ્તાવ રજુ કર્યો હતો. હકીકતમાં ચીન પર આ અંગે ખુબ જ આંતરરાષ્ટ્રીય દબાણ હતું અને ખાસ કરીને અમેરિકાનું અસહ્ય દબાણ હતું. સંયુક્ત રાષ્ટ્રની પ્રમુખ શાખામાં રાજનયિકોની એવી ચેતવણી હતી કે જો ચીને અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં અડિંગો જમાવવાનું ચાલુ રાખ્યું તો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશો અન્ય કાર્યવાહી કરવા માટે મજબુર થશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીને આ પ્રસ્તાવ પરથી પોતાની ટેક્નિકલ રોક હટાવી તે ભારત માટે મોટી કૂટનીતિક જીત ગણાઈ રહી છે. સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં લેવાયેલા આ નિર્ણયની જાણ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અને કાયમી પ્રતિનિધી સૈયદ અકબરુદ્દીને કહી હતી. તેમણે જણાવ્યું કે, "આજે અત્યંત મહત્વની સફળતા મળી છે. આપણે છેલ્લા ઘણા વર્ષોથી આ માટે પ્રયાસ કરી રહ્યા હતા. આજે એ ધ્યેયમાં સફળતા મળી છે."


વૈશ્વિક સ્તરે ભારતની કૂટનીતિક જીતથી પાકિસ્તાનના હોશ ઉડ્યા, મસૂદ પર આપ્યું મોટું નિવેદન


જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કારાયાની સાથે જ હવે તે દુનિયાના એક પણ દેશની યાત્રા કરી શકશે નહીં, તેની તમામ સંપત્તિ જપ્ત થઈ જશે અને હથિયારો સુધી પણ તેની પહોંચ સમાપ્ત થઈ જશે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના તમામ સભ્ય દેશોએ પોતાના હથિયાર, તેના નિર્માણનું પદ્ધતિ, સ્પેર પાર્ટ્સ સહિત હથિયારો સાથે સંકળાયેલી એક પણ વસ્તુનું વેચાણ કે તેના સુધીની પહોંચ પર પ્રતિબંધ મુકવાનો રહેશે.


જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં ભારતીય સુરક્ષા દળો પર 14 ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ દ્વારા થયેલા ઘાતક હુમલાના થોડા દિવસ બાદ જ આ નવો પ્રસ્તાવ યુએનમાં રજુ કરાયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતાં. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં વીટો પાવર ધરાવતા દેશોમાં સામેલ ચીને અઝહરને આ સૂચિમાં નાખવાની કોશિશોમાં ટેક્નિકલ રોક લગાવી રાખી હતી અને પ્રસ્તાવ પર વિચાર કરવા માટે વધુ સમય માગ્યો હતો. 


જુઓ LIVE TV


દુનિયાના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....