વોશિંગ્ટન: અફઘાનિસ્તાનમાં કાબુલ એરપોર્ટ પર 9 સપ્ટેમ્બરથી વિદેશી ફ્લાઈટ્સનો સિલસિલો ફરીથી શરૂ થઈ ગયો. કતાર એરવેઝનું એક પ્લેન ગુરુવારે પહેલા કાબુલ એરપોર્ટ પહોંચ્યું અને ત્યાંથી અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકી નાગરિકોને લઈને નીકળી ગયું. અમેરિકાના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં અમેરિકી સરકાર અફઘાનિસ્તાનમાં ફસાયેલા પોતાના 6 હજારથી વધુ અમેરિકીઓને બહાર કાઢી ચૂકી છે. આવનારા દિવસોમાં પણ અમેરિકી સરકાર તાલિબાનની મદદથી બચેલા અમેરિકા અને નાટો દેશોના નાગરિકોને કાઢશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Kandhar હાઈજેકના માસ્ટરમાઈન્ડના પુત્રને તાલિબાને બનાવ્યો અફઘાનિસ્તાનનો રક્ષામંત્રી


તાલિબાન પર વ્હાઈટ હાઉસનું નિવેદન
આ બધા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ભવન વ્હાઈટ હાઉસનું એક એવું નિવેદન સામે આવ્યું છે કે જેણે દરેકને ચોંકાવી દીધા છે. કતાર  એરવેઝની મદદથી અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાનથી એરલિફ્ટ કરવા પર અમેરિકી સરકારનું કહેવું છે કે અફઘાનિસ્તાન પર બંદૂકના દમ પર કબજો જમાવનારા તાલિબાનનું વલણ એક વેપારી અને વ્યવસાયી પ્રકારે છે જે ખુબ જ સકારાત્મક પગલું છે. વ્હાઈટ હાઉસે તાલિબાનના વખાણ કરતા કહ્યું કે તાલિબાનનું વલણ લચીલુ છે અને તે અમેરિકાની પૂરેપૂરી મદદ કરી રહ્યું છે. 


Taliban Government: અમેરિકાના ઘા પર મીઠું ભભરાવશે તાલિબાન, 9/11ની 20મી વરસી પર 'આતંકી સરકાર'નો શપથ સમારોહ


કતારની મદદથી શરૂ થયું કાબુલ એરપોર્ટ
અત્રે જણાવવાનું કે 30 અને 31 ઓગસ્ટની મધ્યરાત્રિના રોજ અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાની રવાનગી બાદથી કાબુલ એરપોર્ટ બંધ હતું. જેને કતારની ટેક્નિકલ મદદ બાદ ફરીથી શરૂ કરાયું. એક બાજુ જ્યાં અમરિકા અધિકૃત રીતે તાલિબાનને સહયોગી, વેપારી અને પ્રોફેશનલ ગણાવી રહ્યું છે ત્યાં બીજી બાજુ અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં તાલિબાન પર જાતીય નરસંહારનો આરોપ લાગી રહ્યો છે. 


HEART ATTACK: મોટાભાગે હાર્ટ એટેક સવારના સમયે જ કેમ આવે છે? આ રહ્યું તેનું કારણ, ખાસ જાણો


પંજશીરમાં થઈ રહ્યો છે નરસંહાર
અહમદ મસૂદના નેતૃત્વવાળા નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (NRF) ના વિદેશી મામલાના પ્રમુખ અલી મેસમ નાઝરીના જણાવ્યાં મુજબ તાલિબાની આક્રમણના કારણે અત્યાર સુધીમાં એક હજારથી વધુ લોકો પંજશીર ઘાટીમાંથી પલાયન કરી ચૂક્યા છે. હાલ આખી દુનિયા આ નરસંહારને જોઈને પણ ચૂપ છે. NRF એ આંતરરાષ્ટ્રીય સમુદાય પર તાલિબાન પર દબાણ સર્જવાની અપીલ કરી છે જેથી કરીને પંજશીર ઘાટીમાં આ તાલિબાની નરસંહારને રોકી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube