Taliban Government: અમેરિકાના ઘા પર મીઠું ભભરાવશે તાલિબાન, 9/11ની 20મી વરસી પર 'આતંકી સરકાર'નો શપથ સમારોહ

Taliban Government: 20 વર્ષ પહેલા 2001માં અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. વિમાનોને હાઈજેક કરી આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પેન્ટાગન મુખ્યાલય સાથે ટકરાયું હતું. 
 

Taliban Government: અમેરિકાના ઘા પર મીઠું ભભરાવશે તાલિબાન, 9/11ની 20મી વરસી પર 'આતંકી સરકાર'નો શપથ સમારોહ

કાબુલઃ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાન હવે અમેરિકાના સૌથી મોટા ઘા પર મીઠું નાખવાની તૈયારી કરી રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર તરફથી પ્રતિબંધિત કરવામાં આવી ચુકેલા 14 આતંકીઓની કેબિનેટના શપથ ગ્રહણ માટે તાલિબાને જે તારીખ પસંદ કરી છે તે અમેરિકાને દુખ આપનારી છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તાલિબાનની અંતરિમ સરકારનો શપથ ગ્રહણ 9/11ની 20મી વરસીના દિવસે હોઈ શકે છે. 

20 વર્ષ પહેલા 2001માં અલકાયદાના આતંકવાદીઓએ અમેરિકા પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. વિમાનોને હાઈજેક કરી આતંકવાદીઓએ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પેન્ટાગન મુખ્યાલય સાથે ટકરાયું હતું. આ હુમલામાં 3 હજારથી વધુ લોકોના મોત થયા હતા. તેનો બદલો લેવા માટે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં સૈનિક અભિયાનની શરૂઆત કરી હતી. આ દરમિયાન તાલિબાનને સત્તામાંથી હટાવવામાં આવ્યું તો અલકાયદા સહિત ઘણા આતંકી ઠેકાણાઓ બોમ્બવર્ષા કરી હતી. 

બે દાયકામાં અબજો ડોલર ધન અને હજારો સૈનિકોની કુરબાની છતાં અમેરિકા તાલિબાનને મૂળમાંથી ઉખેડી શક્યું નહીં. અફઘાનિસ્તાનમાં અમેરિકી સૈનિકોની વાપસી પહેલા તાલિબાને કાબુલ સહિત દેશ પર કબજો કરી લીધો. અલકાયદા અને હક્કાની નેટવર્ક સહિત ઘણા આતંકી સંગઠનોને અફઘાનિસ્તાનમાં એકવાર ફરી મેદાન મળી ગયું છે, જ્યાં તે પોતાના નાપાક ઇરાદાને અંજામ આપવાનો પ્રયાસ કરી શકે છે. 

તાલિબાને ચીન, તુર્કી, પાકિસ્તાન, ઈરાન, કતાર અને ભારત તેમજ અમેરિકા જેવા પડોશી દેશોને સરકારની રચના પહેલા શપથ ગ્રહણમાં હાજરી આપવા આમંત્રણ આપ્યું છે. તાલિબાને આ પગલું એવા સમયે લીધું છે જ્યારે મોટાભાગના દેશોએ કહ્યું છે કે તેઓ તાલિબાનને માન્યતા આપવાની ઉતાવળમાં નહીં હોય. બે વખત મુલતવી રાખવામાં આવ્યા બાદ તાલિબાને મંગળવારે વચગાળાની સરકારની રચનાની જાહેરાત કરી હતી.

તાલિબાનના સુપ્રીમ લીડર હિબતુલ્લા અખુંદઝાદાને સર્વોચ્ચ પદ આપવામાં આવ્યું છે, ત્યારબાદ મુલ્લા મોહમ્મદ હસન અખુંદને પીએમ બનાવવામાં આવશે. હક્કાની નેતાઓને સરકારમાં મહત્વના હોદ્દા પણ આપવામાં આવ્યા છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયની ચિંતા વધી છે. સરકારમાં સામેલ ઘણા લોકો અમેરિકાની પ્રતિબંધિત યાદીમાં છે. તાલિબાને ગુરુવારે આ અંગે વાંધો ઉઠાવ્યો હતો અને આ નેતાઓને પ્રતિબંધોની યાદીમાંથી દૂર કરવા કહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news