વોશિંગ્ટન: અમેરિકાના (US) ટેક્સાસમાંથી (Texas) એક ખૂબ જ ભયાનક કિસ્સો (Viral News) પ્રકાશમાં આવ્યો છે. અહીં એક મહિલાએ ખુલાસો કર્યો છે કે તેણે પોતાના જીવનમાં 300 જેટલા લોકોને ફાંસી (Woman Saw 300 Executions) પર ચડતા જોયા છે. પરંતુ તેમાંથી એક હત્યારાની છેલ્લી વાત વિશે વિચારીને તે હજી પણ ડરી જાય છે. તેણે તેની પુત્રીઓની ક્રૂર હત્યા કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

300 લોકોને મોતની સજા થતી જોઈ
મિરરમાં છપાયેલા અહેવાલ મુજબ આ મહિલાનું નામ મિશેલ લિયોન્સ (Michelle Lyons) છે. તેમણે ઘણાં વર્ષો સુધી ન્યૂઝ રિપોર્ટર તરીકે કામ કર્યું અને બાદમાં તેમણે રાજ્ય કર્મચારી તરીકે કામ કર્યું. આ દરમિયાન તેણે ગુનેગારોને ફાંસીએ લટકતા જોયા હતા.


આ પણ વાંચો:- દાવપેચ: અચાનક જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ શા માટે થઈ?


મહિલા ભૂલી શકી નથી તે ભયજનક દ્રશ્ય
તમને જણાવી દઈએ કે અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં 1982 થી અત્યાર સુધીમાં લગભગ 582 લોકોને ફાંસીની સજા આપવામાં આવી છે. જેમાંથી લગભગ અડધાને લટકતી વખતે મિશેલ લિએન્સે પોતે જોયા છે.


આ પણ વાંચો:- અશરફ ગનીએ કેમ છોડ્યું અફઘાનિસ્તાન, ભાઈએ કર્યો ખુલાસો; ભારત-પાક પર કરી ખુલ્લીને વાત


મોત સમયે હત્યારો શું કરતો હતો?
મિશેલ લિયોન્સે જણાવ્યું કે જ્યારે તેની પુત્રીઓના હત્યારાને ફાંસીની સજા થઈ રહી હતી ત્યારે તે સાક્ષી રૂમમાં ઉભેલી તેની ભૂતપૂર્વ પત્નીને તેના હાથથી ગંદા ઇશારા કરી રહ્યો હતો. તે તેની સાથે ગંદી રીતે દુર્વ્યવહાર કરતો હતો.


આ પણ વાંચો:- બેલ બોટમની એક્ટ્રેસ વાણી કપૂર હોટલમાં કરતી હતી આ કામ, આ રીતે બદલાઈ કિસ્મત


આ ઘટના વિશે મિશેલ લિએન્સે પણ તેના પુસ્તક Death Row માં લખ્યું છે. તેણે લખ્યું કે તેના છેલ્લા શબ્દો ખૂબ ખરાબ હતા. મેં તેમના જેવી નફરત કરનાર વ્યક્તિ ક્યારેય જોઈ નથી.


આ પણ વાંચો:- ખેડૂત આંદોલન પર સુપ્રિમ કોર્ટની ટિપ્પણી- 'વિરોધનો અધિકાર, પરંતુ ટ્રાફિક રોકી શકતા નથી'


તેણે વધુમાં કહ્યું કે દોષિતની ભૂતપૂર્વ પત્ની તેને મરતા જોવા આવી હતી કારણ કે તે તેને પરેશાન કરી રહ્યો હતો. તેણે તેની પુત્રીઓની હત્યા કરી હતી. પણ તેને તેના પાપથી શરમ નહોતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube