UNમાં ચીન-પાકિસ્તાનનો પર્દાફાશ, અમેરિકા અને બ્રિટને આ મુદ્દે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી
કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી ત્યાં કથિત માનવાધિકારોના ભંગનો રાગ દુનિયામાં આલાપતા ચીનનો અસલ ચહેરો સંયુક્ત રાષ્ટ્રમાં ખુલ્લો પડી ગયો છે.
નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી ત્યાં કથિત માનવાધિકારોના ભંગનો રાગ દુનિયામાં આલાપતા ચીનનો અસલ ચહેરો સંયુક્ત રાષ્ટ્રમાં ખુલ્લો પડી ગયો છે. યુએનમાં ધાર્મિક અલ્પસંખ્યકોની સુરક્ષા પર થયેલી વિશેષ બેઠકમાં અમેરિકા, બ્રિટન, કેનેડાએ ચીન અને પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારો અને તેમના માનવાધિકારોના ભંગનો મુદ્દો ખાસ ઉઠાવ્યો અને દુનિયા સામે તેમને આ મુદ્દે બેનકાબ કર્યાં.
કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'
આ બેઠકમાં અમેરિકાએ વૈશ્વિક સમુદાયને સંબોધિત કરતા ખાસ કરીને ચીન અને પાકિસ્તાનને ખુબ સંભળાવ્યું. અમેરિકાના પ્રતિનિધિ સેમ બ્રાઉનબેકે કહ્યું કે પાકિસ્તાનમાં ધાર્મિક અલ્પસંખ્યકો કા તો બહુસંખ્યક સમુદાયના અસામાજિક તત્વોના હાથે પીડિત હોય છે અથવા તો ભેદભાવપૂર્ણ કાયદાના માધ્યમથી.
આ બાજુ ચીન માટે તેમણે કહ્યું કે અમે ચીનમાં સરકાર દ્વારા ધાર્મિક સ્વતંત્રતા પર વ્યાપક અને અયોગ્ય પ્રતિબંધો વધાર્યાના મામલે ઊંડાણપૂર્વક ચિંતિત છીએ. અમે ચીની સરકારને તમામના માનવાધિકારો અને મૌલિક સ્વતંત્રતાનું સન્માન કરવાનો આગ્રહ કરીએ છીએ.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...