ઈસ્લામાબાદ: પાકિસ્તાનની સરકારે કટ્ટરપંથીઓ આગળ ઝૂકી જતા શુક્રવારે મશહૂર અર્થશાસ્ત્રી આતિફ મિયાનું નવી બનેલી આર્થિક પેનલના સભ્ય તરીકે નામાંકન પાછું ખેંચ્યું. આતિફ મિયા અલ્પસંખ્યક એહમદી સમુદાયના સભ્ય છે. વડાપ્રધાન ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ની સરકારે આર્થિક સલાહકાર પરિષદ (ઈએસી) માટે મિયાના નામાંકનનો બચાવ કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓ 'કટ્ટરપંથીઓ આગળ ઘૂંટણિયે પડશે નહીં.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના બંધારણમાં એહમદીઓને બિન મુસ્લિમ જાહેર કરવામાં આવ્યાં છે અને  તેમની માન્યતાઓને અનેક પ્રમુખ ઈસ્લામિક શાળાઓમાં ઈશનિંદા ગણાય છે. કટ્ટરપંથીઓ છાશવારે તેમને નિશાન બનાવે છે અને તેમના ધાર્મિક સ્થળો પર તોડફોડ  કરવામાં આવે છે. મિયાને હાલમાં જ 18 સભ્યોવાળી ઈએસીના સભ્ય તરીકે નામિત કરવામાં આવ્યાં હતાં. 



'ટોચના 25 સૌથી પ્રતિભાશાળી યુવા અર્થશાસ્ત્રી'ની આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ સૂચિમાં સામેલ આ એકમાત્ર પાકિસ્તાની છે. મેસાચુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી શિક્ષિત આતિફ મિયા પ્રતિષ્ઠિત પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે અને પાકિસ્તાની અમેરિકી છે. નામાંકન પાછુ લેવાની પુષ્ટિ કરતા સંચાર મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે સામાજિક સ્તર પર કોઈ પણ પ્રકારના ભાગલાથી બચવા માટે સરકારે ઈએસી માટે મિયાનું નામ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. 


ડોન અખબારે તેમના હવાલે કહ્યું કે સરકાર વિદ્વાનો અને તમામ સામાજિક સમૂહોની સાથે આગળ વધવા માંગે છે અને જો માત્ર એક નામાંકન તેના વિપરિત ધારણા બનાવે તો તે ખોટું હશે. ચૌધરીએ કહ્યું કે વડાપ્રધાન ખાનના જણાવ્યાં મુજબ તેઓ મદીનાને આદર્શ શાસન ગણે છે અને તેમના મંત્રીમંડળના સભ્યો પૈંગબર મોહમ્મદને આલા મુકામ આપે છે. 



તેમણે કહ્યું કે ખત્મ એ નબુઅત (અર્થાત પેગંબર મોહમ્મદ અલ્લાના છેલ્લા રસૂલ હતાં) અમારી આસ્થા છે. અને સરકાર ઈશનિંદા મામલે હાલમાં જ મળેલી સફળતા તેને પ્રતિબિમ્બિત કરે છે. જિયો ટીવીના અહેવાલ મુજબ પીટીઆઈ સેનેટર ફૈઝલ જાવેદે કહ્યું કે મિયા પદ છોડવા માટે તૈયાર થઈ ગયા છે અને તેમના જગ્યાએ કોણ આવશે તેની જાહેરાત જલદી કરવામાં આવશે. મંગળવારે આ નામાંકનનો બચાવ કરતા સરકારે કહ્યું હતું કે "પાકિસ્તાન અલ્પસંખ્યતકોનો પણ એટલો જ દેશ છે જેટલો બહુસંખ્યકોનો"


(ઈનપુટ ભાષામાંથી પણ)