Valentines Day: વેલેન્ટાઈનના દિવસે મોટાભાગના પ્રેમી જોડાઓ ઉત્સાહિત થઇ જતા હોય છે. પરંતુ એક સરકારે વેલેન્ટાઇન ડેને લઇ મહત્વનો નિર્ણય લીધો છે... વેલેન્ટાઇન વીક શરૂ થતાની સાથે સરકારે આખા દેશમાં વિનામૂલ્યો લોકોને કોન્ડોમ આપવાનું શરૂ કરી દીધું હતું. અહીં વાત કરવામાં આવી રહી છે થાઈલેન્ડની. ત્યાંની સરકારનું માનવું છેકે, આ દિવસે લોકો સૌથી વધારે સંબંધ બાંધવાનું પસંદ કરતા હોય છે. જેને કારણે બીમારીઓનો ખતરો વધે છે. ત્યારે સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. તેથી અહીંની સરકારે 9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં પબ્લિકને આપ્યાં. હજુ આજે પણ કોન્ડોમનું વિતરણ ચાલુ જ રાખવામાં આવ્યું છે. વેલેન્ટાઇન વિકને લઇ મોટાભાગના પ્રવાસીઓ થાઈલેન્ડમાં ઉતરી પડે છે.  બેંગકોંગ સહિતના શહેરોની મસાજ દુનિયામાં પ્રખ્યાત છે. પ્રોસ્ટીટ્યુટ અહીં કાયદેસર મનાય છે. તેથી સુરક્ષાને ધ્યાને લઈને સરકારે આ નિર્ણય લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ વેલેન્ટાઈન ડે અને વેલેન્ટાઇન વીકની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેને લઇ થાઇલેન્ડ સરકારે પણ ખાસ તૈયારીઓ કરી છે. આ વખતે વેલેન્ટાઈન ડે પહેલા થાઇલેન્ડ સરકાર 9.5 મિલિયન કોન્ડોમ ફ્રીમાં વહેંચ્યા છે. જાતીય રોગોને ફેલાતા અટકાવવા માટે સરકારનો આ પ્રયાસ કામ લાગશે અને યુવાન છોકરીઓ ગર્ભવતી નહીં થાય.


કોન્ડોમ વહેંચવાનું અભિયાન 1 ફેબ્રુઆરીથી શરૂ કરી દેવામાં આવ્યું હતું. થાઈલેન્ડ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે લોકો કોઈ પણ ફાર્મસી અથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી કોન્ડોમ મફતમાં મેળવી શકશે. ખાસ કરીને કોન્ડમનો સૌથી વધારે ઉપયોગ વેલેન્ટાઈન ડે ના દિવસે થતો હોય છે. તેથી તે દિવસે પણ સરકાર દ્વારા મોટા પ્રમાણમાં લોકોને વિનામૂલ્યે કોન્ડોમ આપવામાં આવશે. ત્યાંના યુનિવર્સલ હેલ્થકેર કાર્ડ ધરાવતા સ્થાનિક લોકો લોકો એક વર્ષ સુધી દર અઠવાડિયે 10 કોન્ડોમ લઇ શકશે.