PM Modis Australia Tour: ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ બુધવારે સિડનીમાં તેમના સમકક્ષ એન્થોની અલ્બેનીઝ સાથે દ્વિપક્ષીય સંબંધો અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમયને કેટલાક ફોટોગ્રાફ અને વીડિયો મોદી અને ઓસ્ટ્રેલિયન પીએમે સોશિયલ મીડિયામાં શેર કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પ્રતિક્રિયા આપી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ફરતી વખતે તેણે પોતાના પ્રવાસ વિશે Tweet પણ કર્યું હતું. આ Tweetમાં તેણે લખ્યું કે આ એક મહત્વપૂર્ણ પ્રવાસ હતો. આ પ્રવાસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મિત્રતા વધુ મજબૂત કરશે. પીએમ મોદી તેમના ત્રણ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં ઓસ્ટ્રેલિયા પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયા પહેલાં તેઓ જાપાન અને પછી પાપુઆ ન્યુ ગિની ગયા હતા.


કંગાળ થઈ શકે છે અમેરિકા! અદાણીની નેટવર્થ કરતાં ઓછી બચી કેશ, હવે આ દેશનું શું થશે?
જૂનમાં 12 દિવસ બેંકો બંધ રહેશે, 2000 ની નોટ બદલવા માંગતા હોવ તો લિસ્ટ ચેક કરી લેજો


ઓસ્ટ્રેલિયાના પીએમે પણ Twitter પર વડાપ્રધાન સાથેનો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. આ સાથે તેણે લખ્યું કે સિડની પણ પીએમ મોદીને લઈને ખૂબ ખુશ છે.


જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000 લોકોને સંબોધિત કર્યા હતા. આ સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો ખાસ ફ્લાઇટ દ્વારા સિડની પહોંચ્યા હતા. આવી જ એક ફ્લાઈટનું નામ મોદી એરવેઝ હતું, જેમાં 170 લોકો તિરંગાના કપડાં પહેરીને અહીં પહોંચ્યા હતા. આ જૂથ મેલબોર્નથી સિડની પહોંચ્યું હતું. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાને પોતે કહ્યું હતું કે તેમને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઘણા લોકો તરફથી વિનંતીઓ મળી હતી, જે પૂરી કરવી તેમના માટે શક્ય નહોતું.


શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube