US Economy: કંગાળ થઈ શકે છે અમેરિકા! અદાણીની નેટવર્થ કરતાં ઓછી બચી કેશ, હવે આ દેશનું શું થશે?

US Share Market: અમેરિકા પાસે ખૂબ જ ઓછી રોકડ બચી છે. હાલમાં અમેરિકા પાસે બચેલી રોકડ રકમ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં ઘણી ઓછી છે. દેશ પાસે હવે માત્ર $57 બિલિયનની રોકડ બચી છે, જે ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં પણ ઓછી છે.

US Economy: કંગાળ થઈ શકે છે અમેરિકા! અદાણીની નેટવર્થ કરતાં ઓછી બચી કેશ, હવે આ દેશનું શું થશે?

America Update: અમેરિકામાં આ દિવસોમાં આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. વાસ્તવમાં, યુએસ ડેટ સીલિંગ ક્રાઇસિસને (US Debt Ceiling Crisis) લઈને અમેરિકામાં ઘણી ચર્ચા ચાલી રહી છે અને એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં અમેરિકા કંગાળ બની શકે છે અને ડિફોલ્ટર દેશ બની શકે છે. જો આમ થશે તો અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર દેશ ડિફોલ્ટર બનશે.

અમેરિકાની ખરાબ સ્થિતિ
જણાવી દઈએ કે અત્યારે અમેરિકા પાસે બહુ ઓછી રોકડ બચી છે. હાલમાં અમેરિકા પાસે બચેલી રોકડ રકમ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં ઘણી ઓછી છે. દેશ પાસે હવે માત્ર $57 બિલિયનની રોકડ બચી છે, જે ગૌતમ અદાણીની નેટવર્થ કરતાં પણ ઓછી છે. બીજી તરફ, બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, અદાણીની નેટવર્થ હાલમાં $64.2 બિલિયન છે.

દેશ ડિફોલ્ટર બની શકે છે
બીજી તરફ અમેરિકાની હાલત એવી છે કે તેને દરરોજ 1.3 અબજ ડોલરનું વ્યાજ ચૂકવવું પડે છે, જેની અસર દેશની હાલત પર પણ દેખાઈ રહી છે. અમેરિકન શેરબજારને પણ આંચકો લાગ્યો છે અને માત્ર ચાર કલાકમાં જ તેને 400 અબજ ડોલરનું નુકસાન થયું છે. આ દરમિયાન અમેરિકાના નાણા મંત્રી જેનેટ યેલેને પણ ચેતવણી આપી છે અને કહ્યું છે કે આ સંકટનો જલ્દીથી ઉકેલ લાવવામાં આવે, નહીંતર 1 જૂને દેશ ડિફોલ્ટર બની જશે.

અસર દુનિયા પર જોવા મળશે
1 જૂન ખૂબ નજીક આવી ગઈ છે અને દેશ સતત વધુ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. હવે જો અમેરિકા લોન નહીં ચૂકવે તો અમેરિકાને ઘણું નુકસાન થઈ શકે છે. જો અમેરિકા દેવું ચૂકવવામાં ડિફોલ્ટ કરે છે, તો તેની અસર તમામ બાકી શ્રેણીના બોન્ડ્સ પર પણ જોવા મળશે. વળી, જો અમેરિકા ડિફોલ્ટ થશે તો તેની અસર માત્ર અમેરિકા જ નહીં, સમગ્ર વિશ્વ પર પડશે.

આ પણ નુકશાન થશે
અમેરિકામાં લાખો નોકરીઓ છીનવાઈ જવાનો પણ ખતરો છે. તેની સાથે શેરબજાર પર પણ ખરાબ અસર પડશે અને શેરબજારમાં પણ કડાકો આવશે. આ સાથે જીડીપીમાં પણ ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે બેરોજગારી પણ વધી શકે છે. હાલમાં જ અમેરિકામાં પણ બેન્કિંગ સંકટ જોવા મળ્યું હતું, હવે બેન્કોને પણ નુકસાન સહન કરવું પડી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news