કેલિફોર્નિયાઃ તમે સાપ અને નોળિયાની લડાઈ તો સાંભળી અને તેના વીડિયો પણ અનેક જોયા હશે, પરંતુ ખિસકોલી અને સાપની લડાઈ ક્યારેય સાંભળી કે જોઈ નહીં હોય. અહીં અમે તમારા માટે એવો વીડિયો રજુ કરી રહ્યા છે જેમાં સાપ અને ખિસકોલી વચ્ચે બરાબરની લડાઈ જામી છે અને આખરે ખિસકોલીનો વિજય પણ થાય છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થયો છે. નાનકડી ખિસકોલી સામે માનવીના પણ છક્કા છોડાવી દેતો સાપ અત્યંત નિઃસહાય દેખાઈ રહ્યો છે, કારણ છે, માતૃત્વની શક્તી. એક માતા જ્યારે પોતાના માળા કે બચ્ચાની વાત આવે ત્યારે ગમે તેની સાથે લડવા તૈયાર થઈ જતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના કેલિફોર્નિયામાં શૂટ થયો છે આ વીડિયો
વીડિયોમાં પ્રારંભમાં તો ખિસકોલી એકદમ શાંત બેસેલી છે અને તેના મોઢામાં તેનો માળો છે. પછી તે અચાનક જ સાપ પર હુમલો કરે છે. ત્યાર બાદ બંને વચ્ચે જામે છે સાપ અને નોળિયા જેવી લડાઈ. વીડિયોમાં દેખાય છે તે મુજબ ખિસકોલી સાપને બટકું ભરવા જાય છે અને સાપ તેની સામે ફૂંફાડા મારે છે. બંને વચ્ચેની આ લડાઈમાં સાપ વારંવાર આગળ વધવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખિસકોલી તેને આગળ ખસવા દેતી નથી. 



સાપને હરાવ્યો ખિસકોલીએ
વીડિયો જોતાં અનેક પ્રસંગે એવું લાગે છે કે સાપ હમણા ખિસકોલીને ડંખ મારી દેશે, પરંતુ ખિસકોલી પણ એટલી ચાલાક છે કે તે દરેક વખતે સાપને ચકમો આપીને દૂર ખસી જાય છે. પછી બીજી જ સેકન્ડે બીજી બાજુએથી સાપ પર હુમલો કરે છે. 


ખિસકોલી વારંવાર સાપની પુંછડીમાં બટકું ભરવા માટે દોડી આવે છે અને તેની પુંછડી પર હુમલો કરે છે. સમગ્ર વીડિયોમાં ખિસકોલી સાપને પણ હરાવી રહી છે એવું સ્પષ્ટ દેખાય છે. અંતમાં સાપ હાંફી જાય છે અને ખિસકોલી તેને છોડીને ત્યાંથી ભાગી જાય છે. 



ઘટના એવી છે કે, ખિસકોલી પોતાનો માળો બચાવવા માટે સાપ પર હુમલો કરી રહી છે. ખિસકોલી વારંવાર તેના માળા પાસેથી દૂર જતા રહેવા માટે સાપને પડકાર ફેંકે છે. આ લડાઈમાં સાપ પણ ખિસકોલીને છોડવા માગતો નથી અને અનેક વખત તેના પર હુમલો કરે છે, પરંતુ ખિસકોલી એટલી ચાલાક છે કે સાપના ફૂંફાડામાં તે આવતી જ નથી અને દૂર ભાગી જાય છે.