Vietnam Fire: વિયેતનામમાં એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં 50 લોકો જીવતા ભૂંજાયા
Vietnam Fire: વિયેતનામની રાજધાની હનોઈમાં એક ઈમારતમાં ભીષણ આગ ફાટી નીકળી જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. પીડિતોમાં બાળકો પણ સામેલ છે. જે ઈમારતમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારની એક સાંકડી ગલીમાં છે.
વિયેતનામની રાજધાની હનોઈમાં આજે સ્થાનિક સમય મુજબ મધરાતે એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં લગભગ 50 લોકોના મોતના અહેવાલ છે. ANI ના રિપોર્ટ મુજબ વિયેતનામ સમાચાર એજન્સી (VNA) એ જણાવ્યું કે આગ 13 ડિસેમ્બર રાતે લગભગ 2 વાગે લાગી હતી. નવ માળની ઈમારતમાં આગ ફાટી નીકળી. આ બિલ્ડિંગમાં લગભગ 150 લોકો રહેતા હતા.
વિયેતનામની રાજધાની હનોઈની જે ઈમારતમાં આગ લાગી તે શહેરના રહેણાંક વિસ્તારમાં સાંકડી ગલીમાં આવેલી છે. આગ લાગ્યા બાદ જો કે તરત રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવાયું હતું. જેના કારણે 70 જેટલા લોકોને બ્લોકમાંથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા. જેમાંથી 54 લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube