દુનિયાનું સૌથી રહસ્યમય ગામ: જ્યાં રહેતા મનુષ્યો અને પ્રાણીઓ બધા જ છે અંધ! કારણ જાણીને તમને પણ છૂટી જશે કંપારી
મેક્સિકોમાં આવેલા ટિલ્ટેપક ગામ (Tiltepec Village In Mexico) ને અંધ લોકોનું ગામ (Village Of Blind People) માનવામાં આવે છે. અહીં રહેવાવાળા માણસોથી લઈને પ્રાણીઓ પણ અંધ છે. આ ગામ દુનિયાના રહસ્યમય ગામોમાનું (Mysterious Village) એક છે.
નવી દિલ્લીઃ મેક્સિકોમાં આવેલા ટિલ્ટેપક ગામ (Tiltepec Village In Mexico) ને અંધ લોકોનું ગામ (Village Of Blind People) માનવામાં આવે છે. અહીં રહેવાવાળા માણસોથી લઈને પ્રાણીઓ પણ અંધ છે. આ ગામ દુનિયાના રહસ્યમય ગામોમાનું (Mysterious Village) એક છે. અત્યાર સુધી તમે દુનિયાની ઘણીબધી રહસ્યમય વસ્તુઓ (Weird Facts) વિશે જાણકારી મેળવી હશો. એમાંથી ઘણી એવી જાણકારી હશે જેને જાણીને તમે હેરાન થઈ ગયા હશો અને વિચારમાં પડી ગયા હશો. આવી જ એક રહસ્યમય ગામની જાણકારી તમને આપવા જઈ રહ્યા છે જે જાણીને તમે વિચારમાં પડી જશો.
Anupamaa ના કલાકારોને તો તમે ઓળખો છો, પણ આ બધા કેટલું ભણીને સીરિયલમાં આવ્યાં છે એ પણ જાણી લો...
દુનિયાનું એક માત્ર અંધ લોકોનું ગામ:
ટિલ્ટેપક ગામમાં માણસો સહિત પ્રાણીએ પણ અંધ છે. આખી દુનિયામાં એક જ એવું ગામ છે જ્યાં દરેક લોકો અંધ છે આ જાણીને તમને નવાઈ લાગશે પણ આ હકીકત છે. આ રહસ્ય પાછળ અલગ અલગ બે કારણે જાણાવા મળ્યા છે.
જન્મ લીધાના થોડા દિવસોમાં જતી રહે છે દ્રષ્ટી:
ટિલ્ટેપક ગામમાં જેપોટેક (Zapotec Civilization) જનજાતિના લોકો વસવાટ કરે છે. ટિલ્ટેપક ગામ (Tiltepec Village In Mexico) માં જ્યારે કોઈ બાળકોનો જન્મ થાય છે ત્યારે તે એકદમ ઠીક હોય છે પરંતુ તેના જન્મના થોડા દિવસ પછી તેની દ્રષ્ટી (Eyesight) જતી રહે છે. આ બાળક પણ તેના ગામના લોકોની જેમ અંધ થઈ જાય છે.
ગાંધીનગરના બેંક મેનેજરે સાપ પકડવા માટે નોકરીમાંથી રાજીનામું ધર્યું, અત્યાર સુધી પકડ્યા 1600 સાપ!
વૃક્ષને માને છે મોટું કારણ:
ટિલ્ટેપક ગામમાં રહેતા લોકો પોતાના અંધ થવાનું કારણ એક વૃક્ષને માને છે. ગામના લોકોનું માનવું છે કે, લાવઝુએલા નામનું એક શ્રાપીત વૃક્ષ (Mysterious Tree) દેખ્યા પછી માણસોથી લઈને પશું-પક્ષીઓ સુધી તમામ અંધ થઈ જાય છે. જો કે વૈજ્ઞાનીકો આ તર્કને માનતા નથી. વૈજ્ઞાનીકોનું કહેવું છે કે એક ઝેરીલા જીવડા (Poisonous Flying Insect) ના કારણે આવું થાય છે.
ઝેરી જીવડું બનાવે છે અંધ:
વૈજ્ઞાનિકો કહે છે કે એક ખાસ પ્રકારનું ઝેરીલું જીવડું (Poisonous Flying Insect) કરડવાથી લોકોની આંખોની દ્રષ્ટ્રી જતી રહે છે. ગામના દરેક લોકો ઝુપડામાં રહે છે. આ ગામમાં લગભગ 70 ઝુપડિયો છે. આ ગામમાં લગભગ 300 લોકો રહે છે. આ તમામ લોકો અંધ છે. ખાસ વાત એ છે કે આ તમામ ઝુપડામાંથી એક પણ ઝુપડામાં બારી નથી. જો કે માનવામાં આવે છે કે કેટલાક લોકોની આંખો સારી થશે.
જામનગરના ખેડૂતો જેવી ટેકનીક અપનાવશો તો તમે પણ કમાઈ જશો, હાલ ખેતીમાં વીઘા દીઠ મેળવે છે અધધધ નફો...
અંબાણી પરિવારની આ વહુ પર ક્યારેક બોલીવુડના સિતારાઓ પણ હતા ફિદા, જુઓ આજે શું હાલ છે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube