આ ગામડું રહેવા માટે આપે છે 50 લાખની ઓફર, શું તમે જવા ઈચ્છો છો?
જો તમને કોઈ કહે કે તમે એક સુંદર ગામમાં જઈને રહી શકો છો અને ત્યાં રહેવા માટે તમને લાખો રૂપિયા પણ મળશે તો તમારું શું રિએક્શન હશે? આ મજાક સમજતા હોવ તો અમે તમને કહી દઈએ કે આ મજાક જરાય નથી.
Village In Switzerland: જો તમને કોઈ કહે કે તમે એક સુંદર ગામમાં જઈને રહી શકો છો અને ત્યાં રહેવા માટે તમને લાખો રૂપિયા પણ મળશે તો તમારું શું રિએક્શન હશે? આ મજાક સમજતા હોવ તો અમે તમને કહી દઈએ કે આ મજાક જરાય નથી. સ્વિટ્ઝરલેન્ડમાં એક એવું ગામ છે જે ખુબ જ સુંદર છે. જો કે અહીં રહેવા માટે કેટલાક નિયમો અને શરતો પણ છે.
સ્વિટ્ઝરલેન્ડમાં અલ્બિનનના આકર્ષક પહાડી ઘાટી ગામમાં રિલોકેટ થવાની સોનેરી તક છે જે વેલેસના સ્વિસ કેન્ટનમાં આવેલું છે. આ ગામ સમુદ્ર તટથી 4265 ફૂટ ઉપર છે. અહીં બરફવર્ષા થાય છે અને આ ગામમાં ખુબ ઠંડી પણ લાગે છે.
મળશે 50 લાખ રૂપિયા
જો કે અહીંના મોટાભાગના લોકો ગ્રામીણ વિસ્તારથી દૂર બાજુના શહેરોમાં જતા રહે છે. આ કારણે નાના નાના ગામડા વિલુપ્ત થવાનું જોખમ રહે છે. આ ગામે 2018માં આ ટ્રેન્ડને ઓછો કરવા માટે એલ્બિનનમાં રિલોકેટ થવા માટે પરિવારોને £50,000 (50 લાખ) થી વધુ ચૂકવવા માટે એક કાર્યક્રમ શરૂ કર્યો છે. દરેક વ્યક્તિને 25000 સ્વિસ ફ્રેંક (22.5 લાખ) ઉપરાંત ચાર લોકોના પિરવારને પ્રત્યેક બાળક માટે વધારાના 10,000 સ્વિસ ફ્રેંક (9 લાખ રૂપિયા) મળશે.
પતિ 2 પત્નીમાંથી કોની સાથે રહે? મામલો કોર્ટપહોંચ્યો...જે સમાધાન નીકળ્યું દંગ રહી જશો
ગણતરીના કલાકોમાં આ રાશિવાળાનું ભાગ્ય પલટાશે! 3 મહિનામાં આખી જિંદગીની કમાણી કરશે
મૃત્યુ બાદ શું? આત્મા કોને કોને મળે છે? વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો
કોણ કોણ રહી શકે
આ પ્રોગ્રામ સ્વિસ નાગરિકો માટે એક પરમિટ સી નિવાસની સાથે સાથે યુરોપીયન સંઘ કે યુરોપીયન મુક્ત વેપાર સંઘના નાગરિકોની સાથે સાથે સંયુક્ત રાજ્ય અમેરિકા અને કેનેડા માટે ખુલ્લો છે. જે સ્વિટ્ઝરલેન્ડમાં પાંચ વર્ષના રોકાણ બાદ પરમિટ માટે અરજી કરી શકે છે.
આ માટે અરજીકર્તાની ઉંમર 45 વર્ષથી ઓછી હોવી જોઈએ અને પ્રોગ્રામ માટે પાત્ર થવા માટે ઓછામાં ઓછાં 2 લાખ સ્વિસ ફ્રેંક (1.8 કરોડ) મૂલ્યના એલ્બિનન હોમમાં ઓછામાં ઓછા દસ વર્ષ રહેવા માટે સહમત હોવા જોઈએ. જો કોઈ દસ વર્ષનો સમય પૂરો થાય તે પહેલા જ ગામ છોડે તો £50,000 ની ચૂકવણી કરવી પડે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube