Near Death Experiences: મૃત્યુ બાદ શું? આત્મા કોને કોને મળે છે? વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો

બ્રિટિશ રિસર્ચર ડો.ચાર્લ્સ બ્રુસ ગ્રેસને મૃત્યુ થયા બાદ પાછા જીવિત થયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી. આ વાતચીતના અનુભવોના આધારે તેમણે એક પુસ્તક 'આફ્ટર: એ ડોક્ટર એક્સપ્લોર વોટ નીયર ડેથ એક્સપિરિયન્સ રિવીલ અબાઉટ લાઈફ એન્ડ બીયોન્ડ' લખ્યું. પુસ્તકમાં ડો. બ્રુસે અનેક એવા દાવા કર્યા છે જેને સાંભળીને તમે ચોંકી જશો. 

Near Death Experiences: મૃત્યુ બાદ શું? આત્મા કોને કોને મળે છે? વૈજ્ઞાનિકે કર્યો ચોંકાવનારો દાવો

આપણા કોઈકના તો મોઢે મૃત્યુના મોઢામાંથી પાછા આવવાની અને તે અનુભવો વિશેની વાત સાંભળી હશે. તમે સાંભળ્યું હશે કે મૃત્યુ બાદ ઉપરની દુનિયામાં ગયા, જ્યાં એક વ્યક્તિ તેના જીવનભરના કામોના લેખા જોખા કરી રહ્યો હતો. ત્યારે તેને જણાવવામાં આવ્યું કે હજુ તેના મૃત્યુનો સમય થયો નથી અને થોડું હજુ તેણે જીવવાનું છે. આવું  બધુ આપણે ક્યાંક તો સાંભળતા હોઈએ છીએ. કેટલાક લોકો આવી વાતોની મજાક ઉડાવતા પણ જોવા મળતા હોય છે. 

કદાચ રિસર્ચર્સ, ડોક્ટરો અને વૈજ્ઞાનિકોએ આ વાતોને મજાકમાં લીધી નથી અને આથી જ તેમણે એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું અને અલગ અલગ તારણો પર પહોંચ્યા. બ્રિટિશ રિસર્ચર ડો.ચાર્લ્સ બ્રુસ ગ્રેસન આવા જ એક વ્યક્તિ છે. તેમણે મૃત્યુ થયા બાદ પાછા જીવિત થયેલા કેટલાક લોકો સાથે વાતચીત કરી. આ વાતચીતના અનુભવોના આધારે તેમણે એક પુસ્તક 'આફ્ટર: એ ડોક્ટર એક્સપ્લોર વોટ નીયર ડેથ એક્સપિરિયન્સ રિવીલ અબાઉટ લાઈફ એન્ડ બીયોન્ડ' લખ્યું. પુસ્તકમાં ડો. બ્રુસે અનેક એવા દાવા કર્યા છે જેને સાંભળીને તમે ચોંકી જશો. 

મૃત્યુ સમયે અને બાદમાં શું થાય છે
ડો. બ્રુસ ગ્રેસનના જણાવ્યાં મુજબ જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામી રહ્યો હોય છે ત્યારે તે પોતાને ખુબ જ સહજ અને સામાન્ય મહેસૂસ કરે છે. તેમના જણાવ્યાં પ્રમાણે મૃત્યુના અનુભવથી પસાર થયેલા લોકોનો દાવો છે કે મૃત્યુ સમયે તેમણે પોતાને દરેક તકલીફમાંથી આઝાદ મહેસૂસ કર્યા. અનેક લોકોએ પોતાના શરીરમાંથી આત્માને બહાર જતો જોયો. ડો. ગ્રેસન દાવો કરે છે કે મૃત્યુ બાદ લોકો પોતાના અગાઉ મૃત્યુ પામેલા દાદા, દાદી, નાના, નાની કે અન્ય પરિજનોને પણ મળી શકે છે. ડો. બ્રુસ ગ્રેસ મૃત્યુ બાદ ફરી જીવિત થવાના સમગ્ર ઘટનાક્રમને 'નિયર ડેથ એક્સપિરિયન્સ' નું નામ આપે છે. અત્રે જણાવવાનું કે ડો. ગ્રેસન છેલ્લા 50 વર્ષથી આ વિષય પર કામ કરી રહ્યા છે. આ સાથે જ તેમણે કહ્યું કે હજુ પણ તેમનું સંશોધન લાંબા સમય સુધી ચાલુ રહેશે. 

શું થાય છે નિયર ડેથ એક્સપિરિયન્સમાં?
ડોક્ટર્સના જણાવ્યાં મુજબ નિયર ડેથ એક્સપિરિયન્સ સાયન્સની એક ખાસ ટર્મ છે. જેમાં લોકો મોતના કેટલાક સમય બાદ ફરીથી જીવિત થઈ જાય છે. હકીકતમાં અનેકવાર ડોક્ટર્સ તો કોઈ વ્યક્તિને મૃત જાહેર કરી દે છે પરંતુ તે બધાને ઝટકો આપીને થોડા સમય બાદ જીવિત થઈ જાય છે. વર્જિનિયા યુનિવર્સિટીના એક રિસર્ચ રિપોર્ટમાં કહેવાયું છે કે કોઈ પ્રકારના ટ્રોમા, દિમાગનું અચાનક કામ કરવું બંધ થઈ જવું અને હ્રદયરોગનો હુમલો થવો એ નિયર ડેથ એક્સપિરિયન્સ હોય છે. અલગ અલગ લોકોના નિયર ડેથ એક્સપિરિયન્સ અનુભવ અલગ અલગ હોઈ શકે છે. કેટલાક લોકો પ્રેત આત્માઓ સંલગ્ન ગતિવિધિઓનો પણ અનુભવ કરી શકે છે. કેટલાક લોકો પોતાના જીવનભરના કામની સમીક્ષા કરે છે. કેટલાક લોકો પોતે ફરીથી જીવિત થવાનો નિર્ણય લે છે. જ્યારે કેટલાક કેસોમાં લોકોનું પાછા આવવાનું મન નહતું આમ છતાં તેમને ફરી  પાછા મોકલવામાં આવ્યા. 

મૃત્યુ બાદ ક્યાં મળે છે પરિજનો
રિસર્ચર ડો. બ્રુસ ગ્રેસને જણાવ્યું કે મૃત્યુ સમયે લોકોનું મગજ ખુબ જ ઝડપથી કામ કરી રહ્યું હોય છે. તેમને આત્માને ગાઢ અંધારી સુરંગમાં ખેંચાઈ જવાનો અનુભવ થયો. તેમને આ અંધારી  ગુફાના છેલ્લા છેડે રોશનીનો અનુભવ થયો. આ છેડે તેઓ ઘણા સમય પહેલા મૃત્યુ પામેલા પોતાના પરિજનો સાથે મુલાકાત કરે છે. તેમની મુલાકાત સમયે મૃત્યુ પામેલ વ્યક્તિને ખુબ શાંતિનો અનુભવ થાય છે. નર્સ જૂલી મેકફેડેન પણ આ બધી વાતો પર ભરોસો કરે છે. તેમના જણાવ્યાં મુજબ વ્યક્તિએ મૃત્યુથી ડરવું જોઈએ નહીં. મૃત્યુ બાદ આપણે ફરીથી આપણા પરિજનોને મળીએ છીએ. એટલું જ નહીં દુનિયામાં આપણે આપણા ઘણા સમય પહેલા મૃત્યુ પામેલા પાળતું જાનવરો અને અન્ય આત્માઓને મળવાની પણ તક મળે છે. તેઓ દાવો કરે છે કે મૃત્યુ બાદ દેવદૂતો સાથે પણ મુલાકાત થાય છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news