અમેરિકી ચૂંટણીમાં હાર બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું શક્તિ પ્રદર્શન, સમર્થકો-વિરોધીઓમાં હિંસક ઘર્ષણ
આ પહેલા લાખોની સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનું સમર્થન આપવા માટે વોશિંગટન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું.
વોશિંગટનઃ અમેરિકી ચૂંટણીમાં પરાજય બાદ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રાજધાની વોશિંગટનમાં શક્તિ પ્રદર્શન કર્યું છે. લાખોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થક 'મિલિયન MAGA માર્ચ'માં ભાગ લેવા દેશની રાજધાની વોશિંગટન પહોંચ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પના સમર્થકો અને તેના વિરોધીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંન્ને પક્ષો વચ્ચે મારામારી અને નારેબાજી થઈ હતી. તો આ ઘટના પર ટ્રમ્પે વોશિંગટનના મેયર અને વામપંથી સંગઠન ANTIFA પર નિશાન સાધ્યુ છે.
આ પહેલા લાખોની સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ટ્રમ્પને પોતાનું સમર્થન આપવા માટે વોશિંગટન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ વિરુદ્ધ જોરદાર પ્રદર્શન કર્યું હતું. ફોક્સ ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે આ પ્રદર્શન દરમિયાન ટ્રમ્પના વિરોધી સંગઠનો એન્ટીફા, બ્લેક લાઇવ્સ મેટર (BLM) અને ટ્રમ્પ સમર્થક સંગઠન પ્રાઉડ બ્વાયજ વચ્ચે ઘર્ષણ થયું હતું. વોશિંગટનમાં જેમ-જેમ રાત થતી હઈ ટ્રમ્પ વિરોધીઓનું પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું.
એન્ટીફા, બ્લેક લાઇવ્સ મેટરના લોકોને ટ્રમ્પ સમર્થકોએ હેરાન કર્યા અને તેની લાલ ટોપી તથા ઝંડા છીનવી તેને આગ લગાવી હતી. વોશિંગટન પોસ્ટ પ્રમાણે આ ઘર્ષણ રાત્રે વધુ ઉગ્ર બની ગયું હતું. ટ્રમ્પ વિરોધીઓએ ત્યાં પર લગાવેલા સ્ટોલને પલટી દીધા જે ટ્રમ્પ સમર્થક સામાન વેચી રહ્યા હતા. ટ્રમ્પ સમર્થકો અને વિરોધીઓ વચ્ચે આ ઘર્ષણ અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાલય વાઇટ હાઉસથી થોડે દૂર થયું હતું. બંન્ને વચ્ચે આ ઘર્ષણ મોડી રાત સુધી ચાલ્યું હતું. બાદમાં ત્યાં પોલીસ પહોંચી અને બંન્ને જૂથને અલગ કર્યા હતા.
Diwali 2020: ડોનાલ્ડ ટ્રમ્પ, બોરિસ જોનસને આપી દિવાળીની શુભેચ્છાઓ, બાઇડેને કહ્યુ- સાલ મુબારક
બંન્ને પક્ષોમાં ઘણા લોકોને ઈજા પહોંચી છે અને પોલીસે 10 જેટલા લોકોની ધરપકડ કરી છે. ચાર લોકોને બંદૂક રાખવાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવ્યા છે. એક વ્યક્તિના પીઠમાં ચાકૂ મારી દેવામાં આવ્યો અને તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ટ્રમ્પ વિરોધીઓને હટાવવા માટે પોલીસે પેપર સ્પ્રેનો ઉપયોગ કર્યો હતો. મહત્વનું છે કે બાઇડેનની જીત બાદ હજુ સુધી ટ્રમ્પે હારનો સ્વીકાર કર્યો નથી. ટ્રમ્પે આ ચૂંટણી પરિણામોને કોર્ટમાં પડકારવાની વાત કરી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube