નવી દિલ્હી: કહેવાય છે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે છપ્પર ફાડકે આપે છે. આવો જ એક કિસ્સો ઈન્ડોનેશિયામાં જોવા મળ્યો. અહીં તાબૂત બનાવનારા 33 વર્ષના જોસુઆ હુતાગલુંગના ઘર પર આકાશમાંથી એક પથ્થર જેવું કઈંક પડ્યું. અને આ પથ્થરના કારણે તે રાતોરાત કરોડપતિ બની ગયો. જોસુઆના ઘર પર આકાશમાંથી જે પથ્થર જેવું પડ્યું તે વાસ્તવમાં એક ઉલ્કાપિંડ (Meteorite) હતો. જે લગભગ 4 અબજ વર્ષ જૂનો દુર્લભ ઉલ્કાપિંડ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PHOTOS: ચાર પગવાળી આ અનોખી મહિલા વિશે તમે જાણો છો? કહાની જાણીને થશો આશ્ચર્યચકિત


ઉલ્કાપિંડના 10 કરોડ રૂપિયા મળ્યા
જે સમયે ઉલ્કાપિંડ પડ્યો ત્યારે જોસુઆ ઉત્તરી સુમાત્રાના કોલાંગમાં પોતાના ઘરની બાજુમાં કામ કરતો હતો. આ ઉલ્કાપિંડનું વજન લગભગ 2.1 કિગ્રા છે. ઉલ્કાપિંડ પડવાથી તેના ઘરમાં મોટું કાણું પણ પડી ગયું છે. ઉલ્કાપિંડના બદલે જોસુઆને લગભગ 10 કરોડ રૂપિયા મળ્યા છે. જોસુઆએ જમીનની અંદર ખાડો ખોદીને આ અનમોલ ઉલ્કાપિંડને બહાર કાઢ્યો હતો. કહેવાય છે કે આ ઉલ્કાપિંડ 4.5 અબજ વર્ષ જૂનો છે. 


આ ખુબસુરત જગ્યાએ હનીમૂન માટે જતા પહેલા ખાસ વાંચો અહેવાલ 


આ ઉલ્કાપિંડ ખુબ જ દુર્લભ પ્રજાતિનો મનાય છે. તેની કિંમત 857 ડોલર પ્રતિ ગ્રામ છે. જોસુઆએ જણાવ્યું કે જ્યારે ઉલ્કાપિંડને જમીનમાંથી બહાર કાઢ્યો તો તે ખુબ ગરમ હતો અને આંશિક રીતે તૂટેલો હતો. ઉલ્કાપિંડ પડવાનો અવાજ એટલો મોટો હતો કે જોસુઆના ઘરના અનેક હિસ્સા હલી ગયા હતા. તેમણે કહ્યું કે જ્યારે મે છત સામે જોયું તો તે તૂટેલી હતી. મને શંકા થઈ કે આ પથ્થર ચોક્કસપણ આકાશમાંથી પડ્યો છે. જેને અનેક લોકો ઉલ્કાપિંડ કહે છે. કારણ કે મારી છત પર કોઈ પથ્થર ફેંકે તે લગભગ અશક્ય છે. 


PM મોદીએ US President-elect જો બાઈડેન સાથે આ મુદ્દાઓ પર કરી વાત


સ્થાનિક લોકોની ભીડ ઉમટી
આ ધડાકાના અવાજ બાદ સ્થાનિક લોકોની ત્યાં ભીડ ઉમટી પડી  હતી. આ પથ્થરથી જોસુઆને એટલા રૂપિયા મળ્યા કે તે 30 વર્ષ સુધી કામ કરતો રહ્યો હોત ત્યારે તેને આટલા પૈસા મળી શકત. ત્રણ બાળકોના પિતા જોસુઆએ કહ્યું કે તે આ પૈસાથી પોતાના સમુદાય માટે ચર્ચ બનાવશે. તેણે કહ્યું કે તે હંમેશાથી એક પુત્રી ઈચ્છતો હતો અને હવે તેને લાગે છે કે પથ્થરનું પડવું એક સારો સંકેત છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube