વાયરલ ન્યુઝ: હીરાથી સજાવવામાં આવ્યું આ વિમાન, પરંતુ હકીકત તો કંઇક અલગ જ છે
એમિરેટ્સ એરલાઇન્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એક વિમાન હિરાથી સજાવેલું જોવા મળી રહ્યું છે. તેમણે આ ફોટાની નીચે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રસ્તુત છે એમિરેટ્સ બ્લિંગ 777
થોડા સમયથી સોશિયલ મીડિયામાં એક ફોટો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટા જો તમે જોશો તો તેમાં તમને એક હીરાથી સજાવવામાં આવેલું વિમાન જોવા મળશે. પરંતુ આ ફોટા પછળનું તથ્ય કંઇક અગલ જ છે. આવો જાણી શું છે વાસ્તવિકતા...
એમિરેટ્સ એરલાઇન્સે તેમના ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં એક વિમાન હિરાથી સજાવેલું જોવા મળી રહ્યું છે. તેમણે આ ફોટાની નીચે કેપ્શનમાં લખ્યું છે કે, પ્રસ્તુત છે એમિરેટ્સ બ્લિંગ 777, તસવીર સારા શકીલ દ્વારા. હવે આ ફોટોને સોશિયલ મીડિયામાં લોકો એવું માની રહ્યાં છે કે આ વિમાનને ડાયમંડથી બનાવવામાં આવ્યું છે. તો કેટલાક લોકો એવું માની રહ્યાં છે કે, આ ફેક ફોટો છે.
સારા શકીલ વ્યવસાયથી એક ક્રિસ્ટલ આર્ટિસ્ટ છે. એટલે કે જેને લોકો ડાયમંડનું વિમાન સમજી રહ્યાં છે તેમની સાથે છેતરપિંડી થઇ ગઇ છે. વાસ્તવિકતામાં આ ક્રિસ્ટલ દ્વારા બનાવવામાં આવેલી ડિઝાઇન છે અને આ ડિઝાઇન સારા શકીલે તૈયાર કરી છે. આ એક સારાની ડિઝાઇનનો નમૂનો છે. તેમાં પણ તેણે ક્રિસ્ટલ્સનો ઉપયોગ કર્યો છે.