લંડન: તાજેતરમાં ટિકટોક પર એક એવો વીડિયો અપલોડ થયો હતો જે ખુબ વાયરલ થયો હતો અને તેને જોઈને ટિકટોક યૂઝર્સ ડરી ગયા હતા. લોકોએ ત્યારે તેને સૌથી ડરામણો વીડિયો ગણાવ્યો હતો. તમને પણ એમ થશે કે આખરે વીડિયોમાં એવું તે શું હતું. તો આવો સમજીએ.... વીડિયોમાં બે પાલતુ કૂતરા લડતા જોવા મળે છે. કૂતરાની માલિકણ શેનીફૈંગ તેનો સીસીટીવી ફૂટેજ વારંવાર જોઈ રહી હતી અને અચાનક જ તેને એવો અહેસાસ થયો કે આ અજીબોગરીબ વીડિયોમાં 'ભૂત' છે. શૈનીએ @user3228721954538 નામના પોતાના એકાઉન્ટથી આ વીડિયો ક્લિપ શેર કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેણે યૂઝર્સને કાળા કૂતરાને ધ્યાનથી જોવાનું કહ્યું. શૈનીએ લખ્યું કે શરૂઆતમાં ઝડપથી ભસવા બદલ માફ કરજો. મારા કાળા કૂતરાને ધ્યાનથી જુઓ. ભૂત તેના કોલરને તેની ક્રેટમાં ઉતારી નાખે છે. વીડિયોની શરૂઆતમાં તેના બંને કૂતરા એક બીજા પર જોર જોરથી ભસી રહેલા જોઈ શકાય છે. બંને અલગ અલગ ક્રેટમાં છે અને સતત એકબીજા પર ભસી રહ્યા છે. 


જુઓ Video



વીડિયોની શરૂઆતની 25 સેકન્ડ સુધી આમ ચાલ્યા કરે છે પરંતુ ત્યારબાદ અચાનક બંને એકદમ શાંત થઈ જાય છે. થોડીવાર માટે બિલકુલ સતર્ક અને ચૂપચાપ ઊભા રહે છે. કાળો કૂતરો થોડીવારમાં અચાનક પાંજરામાં જતો રહે છે ત્યારે તેનો કોલર વિચિત્ર રીતે આપોઆપ પડી જાય છે. આ ક્લિપના આધારે શૈનીને લાગે છે કે અહીં ભૂત હતું અને અનેક યૂઝર્સે તેની હા માં હા મિલાવી છે. 


શેર કરાયા બાદથી અત્યાર સુધીમાં વીડિયોને લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે અને હજારો લોકો કમેન્ટમાં ભૂતિયા ગણાવી ચૂક્યા છે. એક યૂઝરે લખ્યું કે મે ભૂતનો આવો અસલ વીડિયો ક્યારેય જોયો નથી. અન્ય એક યૂઝરે લખ્યું કે બંને શાંત થઈ ગયા કારણ કે તેમણે એનર્જી મહેસૂસ કરી. લોકોએ તેને પરેશાન કરનારી ચૂપ્પી ગણાવી. જો કે કેટલાક લોકોએ કૂતરાના કોલર પડી જવા અંગે પોત પોતાના કારણ આપ્યા અને ભૂતવાળી વાત ફગાવી દીધી.