ચીન : ચીનમાં એવું કંઈક થયું છે જે જોઈને બધાને ભારે આંચકો લાગ્ય છે. ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Weibo પર એક વીડિયો ભારે વાઇરલ થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ભોજન ડિલિવર કરવા આવેલો ડિલિવરી બોય લિફ્ટની અંદર આ ભોજનનો સ્વાદ માણી લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ચીનના શિહુઇ શહેરમાં બની છે. CCTV ફુટેજમાં જોઈ શકાય છે કે ડિલિવરી બોય પોલિથીનમાંથી ભોજન કાઢીને ખાઈ લે છે. Shanghaiistના સમાચાર પ્રમાણે ચીનની પોપ્યુલર ફૂડ ડિલિવરી એપ મીટુઆને આ વીડિયો વાઇરલ થયા પછી ડિલિવરી બોયને કાઢી મૂક્યો છે. Shanghaiistની માહિતી પ્રમાણે શનિવારે આ વીડિયો ફેસબુક પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધી એને 2 લાખ વ્યુઝ મળી ચૂક્યાછે અને 600 કરતા વધારે લોકોએ એને શેર કર્યો છે. 



ગયા વર્ષે એક ડિલિવરી બોયે કસ્ટમરનો સૂપ પી લીધો હતો અને એને યુરિનથી ભરી દીધો હતો. 


વર્લ્ડના સમાચાર જાણવા કરો ક્લિક...