નવી દિલ્હી : Chinaમાં હાલમાં એવી કોઈ ઘટના બની છે જે જાણીને ત્યાં બધાને ભારે આંચકો લાગ્યો છે. અહીં એક ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલની રેડ લાઇનથી એટલો ત્રસ્ત થઈ ગયો હતો કે તેણે આ ટ્રાફિક સિગ્નલ જ તોડીફાડી નાખ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Shanghaiistના સમાચાર પ્રમાણે આ ઘટના ગયા મહિને ચીનના તિયાનજિનમાં બની હતી. આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ સિગ્નલ તરફ આગળ વધે છે અને એેને તોડી નાખે છે. ટ્રાફિક સિગ્નલ તોડી નાખ્યા પછી એ જાણે કંઈ નથી બન્યું એ રીતે જતો રહે છે. 


આ ઘટના પછી લોકલ પોલીસને આ વ્યક્તિને ટ્રેસ કરવામાં બે અઠવાડિયા લાગ્યા હતા અને એનું નામ જિન હોવાની માહિતી મળી છે. આ વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો હતો અને પાંચ દિવસ માટે ડિટેઇન કરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે જિન બહુ ખરાબ મૂડમાં હતો અને પોતાની આ હરકત પછી એ વિશે મિત્રો સાથે વાત પણ કરી હતી. સોશિયલ મીડિયા પર તેની આ હરકત સામે અનેક લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો. 


વિદેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...