Viral Video: સોશિયલ મીડિયા પર એવા અનેક વીડિયો છે જેને જોઈને તમને નવાઈ લાગશે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમારા હોશ ઉડી જશે. કેટલાક યૂઝર્સ તો શરત પણ લગાવવા તૈયાર છે કે આવો વીડિયો પહેલા ક્યારેય જોયો નહીં હોય. આપણે મોટાભાગે કપલને રોમેન્ટિક ડાન્સ કરતા જોયા છે. લગ્ન કે પાર્ટી દરમિયાન એક બીજાના હાથ પકડીને તેઓ નાચતા જોવા મળતા હોય છે. શું તમે ક્યારેય મગરમચ્છને કોઈ વ્યક્તિ સાથે ડાન્સ કરતા જોયો છે? કદાચ નહીં. પણ અહીં તમને એક એવો વીડિયો જોવા મળશે જે જોઈને તમે મોઢામાં આંગળા નાખી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મગરમચ્છ સાથે વ્યક્તિએ કર્યો રોમેન્ટિક ડાન્સ
એક વીડિયોએ લોકોના હોશ ઉડાવી દીધા છે. એક વ્યક્તિ પાણીમાં ઉતરીને એક મગરમચ્છ સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં આપણે વ્યક્તિને જંગલી રેપ્ટાઈલ સાથે ભેટતા અને નાચતા જોઈ શકીએ છીએ. ચોંકાવનારા આ વીડિયોમાં એક વ્યક્તિ કમર સુધી પાણીમાં ડૂબેલો છે અને તળાવમાં વચ્ચેવચ્ચ મગરમચ્છ સાથે નાચી રહ્યો છે. તે એક ખતરનાક મગરમચ્છની બિલકુલ નજીક હોય છે પરંતુ આ વ્યક્તિ જરાય ડરેલો લાગતો નથી. મગરમચ્છ પણ વ્યક્તિ સાથે બિલકુલ આરામથી વર્તી રહ્યો છે અને તેને કોઈ ઈજા પહોંચાડતો નથી. 



સોશિયલ મીડિયા પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ
વીડિયોને outofcontextanimals નામના એક પેજે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો. વીડિયો જોઈને અનેક લોકોએ કમેન્ટ્સ કર્યા. એક યૂઝરે લખ્યું કે ફક્ત ફ્લોરિડામાં તમે એક વ્યક્તિને મગરમચ્છ સાથે ડાન્સ કરતા જોઈ શકો છો. વીડિયોની ઉપર  કેપ્શનમાં લખ્યું છે કે એક વ્યક્તિ મગરમચ્છની સાથે ડાન્સ કરતો જોવા મળ્યો. અત્યાર સુધીમાં આ વીડિયોને 68 લાખથી વધુ લોકોએ લાઈ કર્યો છે. આ વીડિયો જોવામાં ખુબ જ ચોંકાવનારો છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube