નવી દિલ્હી: છાશવારે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પરંતુ રશિયાનો હાલ એક એવો વીડિયો ચર્ચામાં છે જેમાં કપલ વચ્ચે ઝઘડો એ હદે વધી ગયો કે બંને હાથાપાઈમાં ઘરની બાલ્કનીમાંથી સીધા ફૂટપાથ પર પડ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેન્ટ પીટર્સબર્ગનો છે મામલો
રશિયાના શહેર સેન્ટ પીટર્સબર્ગનો આ મામલો છે જેમાં કપલ બાલ્કનીમાં ઊભા રહીને ઝઘડતા હતા અને અચાનક હાથાપાઈ કરતી વખતે પતિ પત્ની 25 ફૂટની ઊંચાઈથી નીચે પડ્યા. રાહતની વાત એ છે કે બંનેને કોઈ ગંભીર ઈજા થઈ નહી. તેમના જીવ બચી ગયા. જો કે હાલ બંને હોસ્પિટલમાં દાખલ છે. 


બાલ્કનીમાંથી 25 ફૂટ નીચે ફૂટપાથ પર પડ્યા
સેન્ટ પીટર્સબર્ગમાં રહેતા ઓલ્ગા વોલ્કો અને તેમની પત્ની યેવગેની કાર્લગીમાં કોઈ વાતને લઈને વિવાદ થયો હતો. બંને ઝઘડતા ઝઘડતા બાલ્કનીમાં આવી ગયા અને અચાનક હાથાપાઈ શરૂ થઈ ગઈ. હાથાપાઈ કરતા કરતા તેમના હાથ રેલિંગ સાથે અથડાયા અને રેલિંગ તૂટી ગઈ. બંને 25 ફૂટ નીચે જમીન પર પડ્યા. 


જુઓ ઘટનાનો વાયરલ વીડિયો