સોશિયલ મીડિયા પર હાલ એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેણે દર્શાવે છે કે પ્રવાસીઓએ કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેમાં એક મકાન માલિક એક ભારતીય વ્યક્તિના ઘરનો સામાન બહાર કાઢી રહ્યો છે કારણ કે તે ઘર  ખાલી કરતો નહતો. આ વીડિયો પર અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં ફક્ત સફેદ બર્મૂડા પહેરેલો એક ભારતીય મૂળના વ્યક્તિની સામે એક કેનેડિયન નાગરિક અને એક અન્ય વ્યક્તિ બિસ્તર અને ઘરનો સામાન બહાર કાઢતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન દરવાજા પર એક કેનેડિયન મૂળની મહિલા પણ જોવા મળે છે. વીડિયોમાં ભારતીય મૂળની વ્યક્તિને મકાન માલિક ગાળ બોલતો અને ખોટું બોલવાનો આરોપ લગાવીને સંભળાવતો જોવા મળે છે. એક્સ હેન્ડલ ઘર કે કલેશે આ વીડિયો શેર કરતા લખ્યું છે કે "એક દેશી છોકરા અને તેના મકાન માલિક વચ્ચે લડાઈ. તે ઘર ખાલી કરી રહ્યો નહતો એટલે મકાન માલિક આવ્યો અને તેનો સામાન બહાર ફેંકવાનો શરૂ કરી દીધો. બ્રેમ્પટન કેનેડા."



ફક્ત એક દિવસમાં દોઢ લાખથી વધુ વ્યૂઝ આ વીડિયોને મળ્યા છે. અનેક લોકોએ ટિપ્પણી પણ કરી. કેટલાક લોકોએ મજાકમાં કહ્યું કે ભારતીય મૂળની વ્યક્તિને મફતમાં મૂવર્સ એન્ડ પેકર્સની સેવા મળી ગઈ. કોઈએ એમ પણ લખ્યું કે આ એક જટિલ મુદ્દો છે, જેમાં બંને પક્ષો પાસેથી વધુ સમજની જરૂરિયાત છે.


 (Disclaimer: આ એક વાયરલ વીડિયો છે અને ઝી24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)