Trending Video: હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જોઇને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જશે. આ અનોખા વીડિયોને એક મહિલાએ શેર કર્યો છે. જેમાં એક મહિલાએ પ્રશાંત મહાસાગરમાં પોતાના બાળકને જન્મ આપ્યો છે. તેનાથી આ ડિલીવરી ફ્રી બર્થિંગ નામની વિધિ વડે કરી છે. તેના માટે કોઇ ડોક્ટર કે નર્સની મદદ લેવામાં ન આવી. 37 વર્ષીય જોસી પ્યૂકર્ટે નિકારાગુઆના પ્લાયા મજાગુઅલના તટ પર પોતાની ડિલિવરીના દિવસે વીડિયો પોસ્ટ કર્યા, જેમણે ઇન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર વિના બાળકનએ જન્મ
જોકે તેણે ગર્ભાવસ્થા દરમિયાન સ્કેનને નકાર્યા બાદ ફ્રી બર્થિંગ વિધિ એટલે કે ડોક્ટરની મદદ વિના બાળકને જન્મ આપ્યો છે. આ બાળકનો જન્મ 27 ફેબ્રુઆરીએ થયો હતો. દેલી મેલથી જોશીએ કહ્યું કે તે પોતાના બાળકને સમુંદ્રમાં જન્મ આપવા માંગતી હતી. જ્યારે જોશીને પ્રસવ પીડા થઇ રહી હતી તો તેમના બાળક મિત્રો પાસે રહેવા જતી રહી અને તેમના પાર્ટનર તેમને બર્થિંગ ટૂલ કિટ સાથે બીચ પર લઇ ગયા. તેણે કહ્યું લહેરોમાં દર્દ સાથે જ લય બની ગઇ હતી. જેના પ્રવાહથી મને ખરેખર સારું મહેસુસ થયું. 


જુઓ વીડિયો



એક વીડિયોમાં જોશીને પોતાના દર્દ દરમિયાન બીચ પર ઘૂંટણીયે જોવા મળી છે. તો બીજી તરફ અન્ય વીડિયોમાં તેણે પોતાના નવજાત પુત્રને પકડ્યો છે. મહિલાને જણાવ્યું કે તે બેબીને જન્મ આપ્યા બાદ રૂમાલમાં લપેટી ફ્રેશ થવા માટે સમુદ્રમાં જતી રહી. મહિલાએ આગળ જણાવ્યું  કે ફરી તેમણે સામાન પેક કર્યો અને પરત ઘરે આવીને પથારી પર જતી રહી. 


 


જુઓ વીડિયો



પુત્રીનું નામ બોધિ છે. સાંજે તેમણે બોધિનું વજન કર્યું તો તેનું વજન 3.5 kg એટલે કે 7lb 6oz હતું કે તેમનું પહેલું બાળક હોસ્પિટલમાં થયું હતું જોકે ખૂબ દર્દનાક હતું. તો બીજું બાળક ઘરે જ પેદા થયું હતું અને ત્રીજી બાળકને જન્મ આપવા માટે તેમણે પ્રશાંત મહાસાગરને સિલેક્ટ કર્યો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube