નવી દિલ્હી: આપણે હંમેશા દેશમાં ટ્રેન અકસ્માતોની વાતો કે અન્ય સંબંધિત વાતો સાંભળતા હોઈએ છીએ. હાલ સોશિયલ મીડિયા પર એક આવી જ ટ્રેન ઘટનાનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે. વાઈરલ વીડિયો અમેરિકાના મોકેનાનો છે. વીડિયોને મોકેનાના પોલીસ ઓફિસર પીટર સ્ટેગલવિક્ઝે શેર કર્યો છે. હકીકતમાં વાઈરલ વીડિયો ઓફિસર પીટર જ્યારે પોતાની કારમાં જઈ રહ્યાં હતાં ત્યારનો છે. જેમાં ક્રોસિંગ પર અચાનક જ ટ્રેન તેમની સામે આવી ગઈ અને તેમની કાર પાસેથી પસાર થઈ ગઈ. પીટરે જો કાર વાળવામાં એક સેકન્ડનો પણ સમય બગાડ્યો હોત તો તેઓ મોટા અકસ્માતનો ભોગ બનત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

YearEnder: દુનિયામાં ભારતીય પાસપોર્ટ બન્યો વધુ શક્તિશાળી, જાણો શું ફાયદો થાય


ABCના અહેવાલ મુજબ પોલીસ ઓફિસર સાથે આ ઘટના એટલા માટે ઘટી કારણ કે તેઓ જે જગ્યાએથી જઈ રહ્યાં હતાં ત્યાંનો ક્રોસિંગ ગેટ ખરાબ હતો. જો પીટરે પોતાની સૂઝબૂઝથી ગાડીને રોકી ન હોત તો મોટો અકસ્માત થયો હોત. જેમાં તેમનો જીવ પણ જઈ શકતો હતો. રેલવે ડિપાર્ટમેન્ટની આ મોટી ચૂક હતી. એવું કહેવાય છે કે તે સમયે રેલવે ક્રોસિંગ ગેટ ખરાબ હતો જેના કારણે તેને બંધ કરી શકાયો નહીં. ટ્રાન્સપોર્ટ ઓપરેટરે કહ્યું કે ઈલેકટ્રિક શોર્ટના કારણે રેલવે ક્રોસિંગમાં ખરાબી આવી ગઈ હતી. પોલીસ ઓફિસરે જેવો શુક્રવારે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો કે તે ઝડપથી વાઈરલ થઈ ગયો. જેણે પણ વીડિયો જોયો તેમના છાતીના પાટિયા બેસી ગયાં. આખરે ખુબ ઓછા સમયમાં પીટરે કેવી રીતે પોતાનો જીવ બચાવ્યો તે જોઈને જોનારા તેમના વખાણ કરતા રહ્યાં. 



શુક્રવારે ઓનલાઈન પોસ્ટ કરાયા બાદથી વીડિયો 7500થી વધુ વખત શેર થયો અને ફેસબુક પર વાઈરલ થઈ ગયો. પીટરે વીડિયો શર કરતા લખ્યું છે કે હંમેશા તે વિચારતો હતો કે હું ભાગ્ય સાથે જન્મ્યો નથી. પરંતુ જેવી આ ઘટના મારી સાથે ઘટી કે ત્યારે લાગ્યું કે નસીબે જ મારો જીવ બચાવ્યો. જો ભાગ્ય મારી સાથે ન હોત તો આજે હું જીવતો ન રહ્યો હોત. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...