Russia Visa-Free For Indian: જો તમે રશિયાના પ્રવાસે જવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે. રશિયા વર્ષ 2025થી ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપી શકે છે. વિઝા-મુક્ત પ્રવાસી વિનિમયને લાગુ કરવા માટે રશિયા અને ભારત વચ્ચે ચર્ચા ચાલી રહી છે. આ સંદર્ભમાં રશિયાના આર્થિક વિકાસ મંત્રાલયે કહ્યું છે કે, જૂન 2025થી ભારતીય પાસપોર્ટ ધારકો વિઝા ફ્રી પ્રવાસ કરી શકશે. રશિયા સાથેના મજબૂત સંબંધોને કારણે ભારતને પ્રાથમિકતાના બજાર તરીકે જોવામાં આવે છે ત્યારે આ પગલું લેવામાં આવ્યું છે. તેની પાછળ રશિયાનો ઉદ્દેશ્ય એ છે કે વિઝા ફ્રી મુસાફરીથી બન્ને દેશો વચ્ચે પ્રવાસન વધશે અને સંબંધો મજબૂત બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પછી ભારતીયો વિઝા વગર જઈ શકશે રશિયા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાના નવા વિઝા નિયમો લાગુ થયા બાદ ભારતીયો વિઝા વગર રશિયાનો પ્રવાસ કરી શકશે. તાજેતરમાં એવા સમાચાર આવ્યા હતા કે, રશિયા અને ભારતે એકબીજા માટે વિઝા પ્રતિબંધો ઘટાડવા માટે દ્વિપક્ષીય કરાર પર ચર્ચા કરી છે. નોંધનીય છે કે, ભારતીયો ઓગસ્ટ 2023થી રશિયા જવા માટે ઈ-વિઝા માટે પાત્ર છે. જો કે, ઈ-વિઝા જાહેર કરવામાં લગભગ ચાર દિવસ લાગે છે. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ ગયા વર્ષે ઈ-વિઝાની સંખ્યાના સંદર્ભમાં ભારતે પણ ટોપના પાંચ દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું. રશિયાએ ભારતીય પ્રવાસીઓને 9,500 ઈ-વિઝા આપ્યા છે.


રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો આ બે વસ્તુ, શિયાળામાં સ્કિન દેખાશે ગ્લોઈન અને સોફ્ટ


ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા ફ્રી એન્ટ્રી આપી રહ્યું છે રશિયા
ઉલ્લેખનીય છે કે, રશિયા હાલમાં તેના વિઝા-ફ્રી ટૂરિસ્ટ એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા ચીન અને ઈરાનના પ્રવાસીઓને વિઝા-ફ્રી પ્રવેશની મંજૂરી આપે છે. હવે ભારત સાથે પણ રશિયા વિઝા ફ્રી ટ્રાવેલ પર વિચાર કરી રહ્યું છે. ભારતીયો વેપાર કે પ્રવાસ માટે રશિયા જાય છે.


2023માં 60,000થી વધુ ભારતીયોએ મોસ્કોની મુલાકાત લીધી હતી, જે 2022 કરતા 26 ટકા વધુ છે. ગેર-CIS સિવાયના દેશોમાં ભારત ત્રીજા ક્રમે છે જ્યાંથી મોટાભાગના લોકો રશિયામાં પ્રવાસ કરે છે. એકલા 2024ના પ્રથમ ક્વાર્ટરમાં લગભગ 1,700 ઈ-વિઝા જાહેર કરવામાં આવ્યા હતા.