રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો આ બે વસ્તુ, શિયાળામાં સ્કિન દેખાશે ગ્લોઈન અને સોફ્ટ

Night Time Skin Care Tips: શિયાળામાં રાત્રે સુતા પહેલા સ્કિન કેર માટે તમે આ રૂટિન ફોલો કરી શકો છો. આ ટિપ્સ તમારી સ્કિનને હેલ્ધી અને સોફ્ટ રાખવામાં મદદરૂપ થશે.

રાત્રે સુતા પહેલા ચહેરા પર લગાવો આ બે વસ્તુ, શિયાળામાં સ્કિન દેખાશે ગ્લોઈન અને સોફ્ટ

Night Time Skin Care Tips: દિવસની જેમ રાત્રે પણ તમારે તમારી સ્કિનની ખાસ કાળજી લેવી જોઈએ. જો તમે રાત્રે સ્કિન કેર ફોલો કરો છો તો તેની અસર તમારી ત્વચા પર લાંબા સમય સુધી દેખાઈ શકે છે. દિવસ દરમિયાન થાકના કારણે રાત્રે આરામ કરો છો, ત્યારે તમારી ત્વચા પણ પોતાને રિપેયર કરવાની પ્રક્રિયાને તેજ કરી દે છે. આવી સ્થિતિમાં જો રાત્રે યોગ્ય રીતે ત્વચાની સંભાળ લેવામાં આવે તો, તમારી ત્વચાની તંદુરસ્તી અને સુંદરતા બન્ને વધે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ત્વચાને ખાસ પોષણ અને કાળજીની જરૂર હોય છે. શિયાળાની ઋતુમાં મુલાયમ અને ગ્લોઈંગ સ્કિન માટે તમે આ કુદરતી અને હેલ્ધી વસ્તુઓને રાત્રે ત્વચા પર લગાવી શકો છો.

હેલ્ધી ગ્લો માટે રાત્રે આ વસ્તુઓ ચહેરા પર લગાવો
સૂતા પહેલા ત્વચાને કરો સાફ

રાત્રે સૂતા પહેલા હંમેશા તમાપા ચહેરો સાફ કરો અને મેકઅપ ઉતાર્યા પછી સૂઈ જાઓ. ત્વચા પર જામેલી ધૂળ, પરસેવો, ચીકાસ અને મેક-અપ સાફ કરવાથી ત્વચાના છિદ્રો ખુલે છે. તેનાથી પિમ્પલ્સ અને ખીલની સમસ્યા ઓછી થાય છે.

સ્કિન પર લગાવો મોઇશ્ચરાઇઝર 
ઠંડીના દિવસોમાં સ્કિનને પોષણ આપવા અને સ્કિનની સોફ્ટનેટ જાળવવા માટે તમારે રાત્રે સ્કિન પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવવું જોઈએ. તેનાથી ત્વચાને પોષણ મળશે. શિયાળામાં તમે થોડું ઘાટું મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચા લાંબા સમય સુધી કોમળ અને સ્વસ્થ રહેશે.

ઇસેન્શ્યલ્સ ઓયલનો ઉપયોગ
સ્કિનને પોષણ આપવા અને મોઇશ્ચરાઇઝ કરવા માટે કુદરતી અને ઇસેન્શ્યલ્સ ઓયલનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ડ્રાય સ્કિન ઓછી થાય છે અને સાથે સાથે સ્કિન સ્વસ્થ પણ બને છે. તમે સ્કિન માટે નાળિયેરનું તેલ, બદામનું તેલ અથવા શિયા બટર સ્કિન પર લગાવી શકો છો.

રાત્રે સૂતા પહેલા તમારી સ્કિનને સારી રીતે સાફ કરો. પછી તમારી પસંદગીનું ઇસેન્શ્યલ્સ ઓયલ લઈને તેને થોડું ગરમ ​​કરો. પછી આ હૂંફાળા તેલથી તમારી ત્વચાની માલિશ કરો.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news