Vladimir Putin Viral Video: વ્લાદિમિર પુતિનના સ્વાસ્થ્ય અંગે ગત એક વર્ષથી સતત અટકળો થઈ રહી છે. અનેક રિપોર્ટ્સમાં અસ્પષ્ટ અને અપ્રમાણિત રીતે દાવો થઈ રહ્યો છે કે રશિયાના રાષ્ટ્રપતિ કેન્સર કે પછી પાર્કિન્સન્સ રોગથી પીડિત છે. હવે ફરીથી એક વીડિયો વાયરલ થયો છે જેમાં પુતિન પોતાના પગને પરોડતા અને ઝટકતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો બાદ ફરીથી એકવાર તેમના સ્વાસ્થ્ય અંગે સવાલ ઊભો થયો છે. રશિયાના રાષ્ટ્રપતિની તેમના બેલારૂસ સમકક્ષ અલેક્ઝાન્ડર લુકાશેન્કો સાથે બેઠકની એક ક્લિપ યુક્રેની આંતરિક મામલાઓના સલાહકાર એન્ટોન ગેરાશચેન્કો દ્વારા શેર કરાઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ટોન ગેરાશચેન્કોએ ટ્વિટર પર વીડિયો શેર કરતા લખ્યું કે 'લુકાશેન્કો સાથે તેમની બેઠક દરમિયાન પુતિનના પગ. શું આ મોર્સ કોડે છે?' ન્યૂઝ આઉટલેટ વિસેગ્રેડે પણ કથિત રીતે વીડિયો શેર કરતા કહ્યું કે, લાગે છે કે કઈક ગડબડ છે. બીજી બાજુ @AdinOfCrimea નામ દ્વારા એક મીટિંગનો આખો વીડિયો શેર કરાયો જેમાં લખ્યું હતું કે જેમને લાગે છે કે 'આ વીડિયો એડિટેડ છે, આ ઓરિજિનલ વીડિયો છે. ભલે બેચેન હોય, કે તબીબી સમસ્યા, આ વિશ્વ મંચ પર સામાન્ય વ્યવહાર નથી. મે પાર્કિન્સન્સથી મૃત્યુ પામેલા મારા પિતાની 7 વર્ષ સુધી દેખભાળ કરી હતી. હું દાવા સાથે કહી શકું છું કે આ પાર્કિન્સનના પ્રાથમિક લક્ષણો છે, પરંતુ નિર્ણય તમે લઈ શકો છો.' 


જો તમારા આધાર કાર્ડને 10 વર્ષ પૂરા થયા હોય તો જલદી થી કરો આ કામ

વરસાદ-ભૂકંપથી માટીનું પૂર...બાળકો ભરેલી આખી શાળા દટાઈ ગઈ, 1100 લોકો માર્યા ગયા હતા


એવા 5 બીચ....જ્યાં કપડાં પહેરવાની મંજૂરી નથી, નામ જાણીને ચોંકી જશો

- પુતિનના 'સાર્વજનિક રીતે અજીબ વ્યવહાર' અને 'બીમાર ઉપસ્થિતિ'એ પણ તેમના કેન્સરથી પીડિત અને પાર્કિન્સન્સ રોગથી પીડિત હોવાનું પ્રમાણ આપે છે. 
- રશિયાની આંતરિક સુરક્ષાએ લિક થયેલા ક્રેમલિન ઈમેઈલથી પણ તેમને પાર્કિન્સન્સથી પીડિત હોવાનો દાવો કર્યો છે. 
- મે 2022માં પુતિનના એક નીકટની વ્યક્તિને એવું કહેતા જોવા મળ્યા હતા કે 'પુતિન બ્લડ કેન્સરથી ગંભીર રીતે પીડિત છે.'
- ગત એક એવોર્ડ સમારોહના વીડિયોમાં પુતિન ઊભા થતા કાંપતા જોવા મળ્યા હતા. જેને જોતા તેમના સ્વાસ્થ્ય અંગે નવી ચિંતાઓ ઊભી થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube