રશિયા: પુતિને ચોથીવાર દેશનાં રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળી
કેજીબી અધિકારીથી વિશ્વનાં શક્તિશાળી દેશનાં રાષ્ટ્રપતિ બનવા સુધીની પુતિનની સફર
મોસ્કો : કેજીબી અધિકારીમાંથી વૈશ્વિક નેતા બનવાની સફર ખેડનારા વ્લાદિમીર પુતિને રશિયા પર પોતાની પક્કડ વધારે મજબુત કરવાની સાથે સાથે વિપક્ષે નબળો પાડી દીધો છે અને વિદેશમાં રશિયાની શક્તિની નવી ઝલક પણ દેખાડી છે. 65 વર્ષનાં પુતિન ચોથી વખત દેશનાં રાષ્ટ્રપતિપદનાં શપથ ગ્રહણ કરશે. સેવિયત સંઘનાં વિઘટન બાદ એક દશક સુધી રશિયામાં કાયદાવિહોણા પરંતુ અપેક્ષાકૃત મુક્ત સમાજ રહ્યા બાદ પુતિને તેનાં પર ફરીવાર ક્રિમલિન (રશિયન સત્તાનું કેન્દ્ર)ની પક્કડ મજબુત કરી.
આંતરરાષ્ટ્રીય મોર્ચા પર તેમણે ત્રણ અમેરિકી રાષ્ટ્રપતિઓનાં કાર્યાકાળને જોયો અને યુક્રેને ક્રીમિયા ક્ષેત્રનું રશિયામાં વિલય કરાવીને થથા સીરિયામાં હસ્તક્ષેપ કરીને પશ્ચિમી દેશોની સાથે એક પ્રકારે નવી દુશ્મની વહોરી છે. ગત્ત ચાર વર્ષોમાં ફોર્બ્સની પત્રીકા દ્વારા વિશ્વનાં સૌથી શક્તિશાળી હસ્તીઓની યાદીમાં પણ તેમનો સમાવેશ કરવામાં આવ્યો. ઉપરાંત તેઓ પોતે બ્લેકબેલ્ટ ધારી નેતા છે. તેમણે સાઇબેરિયાનાં જંગલમાં ઘોડે સવારી પણ કરી હતી.
રશિયાન નેતાનાં સમર્થકો તેને ઉદ્ધારક માને છે. જેમણે નબળા પડી રહેલા દેશમાં ફરી એકવાર પ્રાણ ફુંકી દીધા છે. દેશમાં ફરીએકવાર ગર્વની પરંપરાનું મુલ્ય બહાલ કર્યું. બીજી તરફ તેમનાં વિરોધીઓ તેમને એક એવા નેતા માની રહ્યા છે જે દેશની લોકશાહીથી અને દુર લઇ ગયા અને જેનાંકારણે રશિયા ફરીએકવાર ગૌરવની ભાવના ભરવા માટે રાષ્ટ્રવાદની મદદ લીધી.