ભારત-ચીન વિવાદ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે ફોન પર વાત થઈ. જેને લઈને અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકાએ પીએમ મોદીના વખાણ કરતા કહ્યું છે કે યુક્રેન યુદ્ધ મુદ્દે તેમની સ્થિતિનું સ્વાગત કરીએ છીએ અને હિંસાને રોકવા માટે કૂટનીતિના રસ્તે ચાલવાનું આહ્વાન કરીએ છીએ. અમેરિકા તરફથી કહેવાયું છે કે અમે પીએમ મોદીને તેમના શબ્દોમાં લઈશું અને જ્યારે તે હશે ત્યારે તે ટિપ્પણીઓનું સ્વાગત કરીશું. રશિયા સાથે જોડાણ પર અન્ય દેશ પોતાના નિર્ણયો પોતે લેશે. અમે યુદ્ધના પ્રભાવોને ઓછો કરવા માટે સહયોગીઓ સાથે સમન્વય કરવાનું ચાલુ રાખીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુતિન અને PM મોદી વચ્ચે થઈ વાતચીત
અત્રે જણાવવાનું કે જે સમયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો તે સમયે યુક્રેનની રાજધાની કીવ ધડાકાઓથી હચમચી રહી હતી. રશિયાએ યુક્રેન પર ઘણા દિવસ બાદ આટલો ભીષણ હુમલો કર્યો. યુક્રેનની રાજધાની કીવમાં સાયરનો વાગી રહી છે અને અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે. જ્યારે યુક્રેન તરફથી કહેવાયું છે કે રશિયા આ વર્ષના અંતમાં કે પછી આગામી વર્ષની શરૂઆતમાં 2 લાખથી વધુ સૈનિકો સાથે યુક્રેન પર ફરી મોટો હુમલો કરશે. 


યુક્રેન વિવાદ ઉકેલવાની સલાહ
આ બધા વચ્ચે પીએમ મોદી અગાઉ સમરકંદમાં પણ પુતિનને વાર્તા અને કૂટનીતિ દ્વારા યુક્રેન વિવાદને ઉકેલવાની સલાહ આપી ચૂક્યા છે. તેમના અને પુતિન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતનો એજન્ડા પણ સામે આવી ગયો છે.  જે સમયે ભારત અને રશિયા વચ્ચે થનારા વાર્ષિક શિખર સંમેલનના આ વર્ષે નહીં થવાની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી તે દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે વાત થઈ તો અનેક મુદ્દાઓ પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ. જેમાં યુક્રેન વોરથી લઈને ભારત-રશિયા રક્ષા સમજૂતિઓ અને જી20માં પુતિનની ભાગીદારી ઉપર પણ વાતચીત થઈ. 


ભારત-રશિયાની વાર્ષિક સમિટનો એજન્ડા
ફોન કોલમાં ભારત-રશિયાની વાર્ષિક સમિટનો એજન્ડા  પણ જોવા મળ્યો. ભારત અને રશિયા વચ્ચે આ વર્ષના અંતમાં સમિટ થઈ રહી નથી. વર્ષ 2000થી બંને દેશો વચ્ચે આ મીટિંગ થતી આવી છે અને આ બીજીવાર છે કે જ્યારે ભારત-રશિયાના રાષ્ટ્રાધ્યક્ષ મળશે નહીં. બંને નેતાઓએ સમરકંદ SCO સમિટ બાદ પહેલીવાર દ્વિપક્ષીય સંબંધો, એનર્જી, ટ્રેડ અને ઈન્વેસ્ટમેન્ટ, ડિફેન્સ અને સિક્યુરિટી સહયોગ ઉપરાંત અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર પણ વાતચીત કરી હતી. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube