કિવઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ સોમવારે મોડી રાત્રે કહ્યુ કે, તે યુદ્ધ સમાપ્ત કરવા માટે વ્લાદિમીર પુતિન સાથે સીધી શાંતિ વાર્તા કરવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કીએ સ્થાનીક મીડિયાને કહ્યુ કે તે લગભગ એક મહિના જૂના યુદ્ધ, જેણે ઘણા યુક્રેની શહેરોને તબાહ કરી દીધાને સમાપ્ત કરવા માટે પુતિનને મળીને કોઈપણ પ્રકારે ચર્ચા કરવા માટે તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝેલેન્સ્કીએ કહ્યુ કે ડોનબાસમાં રશિયાના કબજાવાળા ક્રીમિયા અને રશિયા સમર્થિત સ્ટેટલેટ્સની સ્થિતિ પર પણ ચર્ચા કરી શકાય છે. તેમણે કહ્યું, 'રશિયાના રાષ્ટ્રપતિ સાથે પ્રથમ બેઠકમાં હું આ મુદ્દાને ઉઠાવવા માટે તૈયાર છું. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યુ- કોઈ અપીલ કે ઐતિહાસિક ભાષણ નહીં થાય. હું તેમની સાથે તમામ મુદ્દા પર વિસ્તારથી ચર્ચા કરીશ.'


વિવાદના કેન્દ્રમાં છે આ ત્રણ વિસ્તાર
મહત્વનું છે કે મોસ્કોએ ક્રીમિયાને રશિયાનો ભાગ જાહેર કર્યો છે અને પૂર્વી યુક્રેનમાં સ્વ-જાહેર ડોનેટ્સ્ક પીપુલ્સ રિપબ્લિક અને લુહાન્સ્ક પીપુલ્સ રિપબ્લિકની સ્વતંત્રતાને માન્યતા આપી છે. સોવિયત સંઘના પતન બાદ આ ત્રણેય ક્ષેત્ર યુક્રેનના ભાગ હતા. આ ત્રણેય ક્ષેત્ર એક દાયકા જૂના સંકટના કેન્દ્રમાં છે, જે 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલાની સાથે સંપૂર્ણ યુદ્ધમાં બદલાય ગયા. 


આ પણ વાંચોઃ રશિયા અંગે ભારતના વલણથી નારાજ છે US!, બાઈડેને પહેલીવાર આ મામલે આપ્યું મોટું નિવેદન


અમે તમામ સવાલો પર વાત કરીશું
ઝેલેન્સ્કીએ મીડિયા આઉટલેટ્સ Suspilne દ્વારા પ્રકાશિત એક ઈન્ટરવ્યૂમાં યુક્રેની પત્રકારને જણાવ્યુ, 'જો મને આ અવસર મળે અને રશિયાની ઈચ્છા હોય, તો અમે દરેક સવાલો પર વાત કરીશું.' તેમણે કહ્યું- શું અમે તે બધા મુદ્દા ઉકેલી લેશું? નહીં, પરંતુ એક તક છે કે અમે આંશિક રૂપથી આમ કરી શકીએ- યુદ્ધ રોકવા માટે. 


આ સાથે યુક્રેનના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યો કે તે ત્રણેય વિસ્તારની સ્થિતિ વિશે વાત કરવા તૈયાર છે પરંતુ તેમણે વારંવાર ભાર આપીને કહ્યું કે ત્રણેય યુક્રેનનો ભાગ હતા અને તેમનો દેશ આત્મસમર્પણ નહીં કરે. ઝેલેન્સ્કીએ ચેતવણી આપી કે ઐતિહાસિક પરિવર્તનો સાથે જોડાયેલ કોઈપણ શાંતિ સમજુતીને રાષ્ટ્રીય જનમત સંગ્રહમાં રાખવામાં આવશે. 


આ પણ વાંચોઃ Video: યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ ફક્ત લીલા રંગની ટી-શર્ટ જ કેમ પહેરે છે?


યુક્રેની અને રશિયાના અધિકારીઓ વચ્ચે એક મહિનાની વાતચીત અત્યાર સુધી તે યુદ્ધને રોકવા કે ધીમુ પાડવામાં નિષ્ફળ રહી છે, જેણે 35 લાખ યુક્રેનિયનને દેશ છોડવા માટે મજબૂર કર્યાં છે. 


પરંતુ રશિયાની ખુબ મોટી સેના યુક્રેન પર કબજો કરવામાં કે ઝેલેન્સ્કીની લોકપ્રિય સરકારને પાડવામાં હજુ સુધી નિષ્ફળ રહી છે. યુક્રેની નેતાનું કહેવું છે કે યુદ્ધ ફરજીયાત પણે વાતચીતના ટેબલ પર સમાપ્ત થશે. ઝેલેન્સ્કીએ પુતિનને કહ્યુ, 'તે અસંભવ છે કે કોઈ સમાધાન ન હોય. અમને નષ્ટ કરી, તે ચોક્કસપણે ખુદને નષ્ટ કરી રહ્યું છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube